*રાજકોટ શહેરમાં ચાર બાળકો સહિત કોરોનાના શંકાસ્પદ ૨૩ દર્દી.*
*રાજકોટ શહેર તા.૭.૪.૨૦૨૦ ના કોરોના પોઝિટિવનો એક પણ કેસ બહાર આવ્યો નથી. આમ છતાં આરોગ્ય તત્રં દ્રારા કોઈ જાતની કચાસ રાખવામાં આવતી નથી. અને આજે વધુ ૨૩ દર્દીઓના નમુના લેબોરેટરીમાં એનાલિસિસ માટે મોકલવામાં આવ્યા છે. આરોગ્ય વિભાગના સત્તાવાર સાધનોના જણાવ્યા મુજબ જે ૨૩ દર્દીના નમૂના લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. તેમાં ૧૫ દર્દીઓ રાજકોટ શહેરના છે. સાત દર્દીઓ ગ્રામ્ય વિસ્તારના છે. અને એક દર્દી અન્ય જિલ્લામાંથી છે. ૪ બાળકો સહિત ૧૭ પુરૂષ અને ૬ મહિલા દર્દીના સેમ્પલ લેબોરેટરીમાં મોકલાયા છે.*
*રિપોર્ટર. દિલીપ પરમાર.*
*રાજકોટ.*