*રાજકોટ શહેરમાં જંગલેશ્વરમાં ૨ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે.*
*રાજકોટ શહેર તા.૯.૪.૨૦૨૦ ના રોજ જંગલેશ્વરમાં ૨ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. આજે રાજકોટમાં ૬૬ સેમ્પલ ટેસ્ટ માટે મોકલાયા હતા. તેમાંથી ૨ પોઝિટિવ આવ્યા છે. અને ૬૩ નેગેટિવ આવ્યા છે. હવે એક રિપોર્ટ પેન્ડિંગ છે. ૧ જે ભુજના દર્દીનો છે. આજે રાજકોટમાં જેના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. તે બંને મહિલાઓ છે. એક ૬૫ વર્ષીય અને એક ૩૫ વર્ષીય મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ બંને કેસ જંગલેશ્વર વિસ્તારના છે. જેને રાજકોટનું હોટસ્પોટ જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે જ રાજકોટમાં કુલ કેસ ૧૩ કેસ પોઝિટિવ નોંધાયા છે. જેમાંથી ૪ દર્દીઓ સ્વસ્થ થઈ ચુક્યા છે. મ્યુનિ. કમિશનરએ જણાવ્યું હતું કે, જંગલેશ્વર-૨૭માં રહેતા ૩૫ વર્ષીય આશિયાના કુરેશી અને તેમના મકાનની સામે રહેતા ૬૫ વર્ષીય જીલુબેન જુમ્માભાઇને કોરોના પોઝિટિવ હોવાનું નિદાન થયેલ છે. આ બે પૈકી એક દર્દીને ગઈકાલે જ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જ્યારે અન્ય દર્દીને આજે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ છે.*
*રિપોર્ટર. દિલીપ પરમાર.*
*રાજકોટ.*