*રાજકોટ શહેરમાં ડો. બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતિ નિમિત્તે પુષ્પાંજલિ અપૅણ.*
*રાજકોટ શહેર તા.૧૪.૪.૨૦૨૦ ના રોજ ડો.બાબાસાહેબ આંબેડકરની ૧૨૯મી જન્મ જયંતિ નિમિત્તે. કલેકટરશ્રી. રેમ્યા મોહન. રાજકોટ પોલીસ કમિશનરશ્રી. મનોજ અગ્રવાલ સાહેબ. મ્યુનિ. કમિશનરશ્રી ઉદિત અગ્રવાલ દ્વારા પુષ્પાંજલિ અપૅણ કરવામાં આવેલ છે. રાજકોટ શહેર સિવિલ હોસ્પિટલ ચોક ખાતે ડો.બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અપૅણ કરવામાં આવેલ હતી. સમગ્ર રાજકોટ શહેરમાં લોકડાઉનના પગલે ચારો તરફ કરફ્યુનો માહોલ છવાયેલો હોય. તેવામાં રાજકોટ શહેર સિવિલ હોસ્પિટલ ચોક ખાતે ડો.બાબાસાહેબ આંબેડકર ચોક માં હાલમાં એક વ્યક્તિ પણ જોવા મળ્યો ન હતો. ચારો તરફ પોલીસ કાફલો તહેનાત હતો. આજરોજ ના પગલે એક વ્યક્તિ પણ જોવા મળ્યો ન હતો. રાજકોટ શહેર પોલીસ કમિશનર લોકોને એવી અપીલ કરવામાં આવી રહી છે કે ઘરમાં રહો સુરક્ષિત રહો આજે ડો.બાબાસાહેબ આંબેડકર જન્મ જયંતિ નિમિત્તે કોઈપણ વિસ્તારમાં સભા-સરઘસ પર પ્રતિબંધ મુકવામાં આવેલ છે. જે આ સૂચનાનું ઉલ્લંઘન કરશે તેની ઉપર કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે.*
*રિપોર્ટર. દિલીપ પરમાર.*
*રાજકોટ.*