Gujarat

રાજકોટ શહેરમાં ફરતા કોરોનાના જીવતા બોમ્બ સામે ક્યારે થશે કડક કાર્યવાહી.*

*રાજકોટ શહેરમાં ફરતા કોરોનાના જીવતા બોમ્બ સામે ક્યારે થશે કડક કાર્યવાહી.*

*રાજકોટ શહેર તા.૮.૪.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેરમાં જાણે લોકડાઉન નું પાલન ન થાતું હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે રાજકોટના મોટી ટાંકી ચોક હોય કે પછી જંકશન વિસ્તારમાં લોકો આરામથી ફરી રહ્યા છે. ત્યારે પોલીસ ક્યારે કડક કાર્યવાહી કરશે તે જોવું રહ્યું જોકે આની સાથે કોરોનાની મહામારી વચ્ચે તંત્ર દ્વારા જીવના જોખમે શહેરને સ્વચ્છ રાખવાના પ્રયાસો કરવામાં આવી રહ્યો છે. ત્યારે આજ વાતનો લાભ લઈ અમુક તત્વો શહેરમાં ઓન ડ્યુટી ની નેમ પ્લેટ લગાડી શહેમાં ફરી રહ્યા છે. ત્યારે આ જીવતા બોમ તરીકે ફરી રહેલા આવારા તત્વોની સામે પોલીસ કડક કાર્યવાહી કરે તેવી માંગ ઉઠવા પામી છે. ત્યારે આવો જ એક બનાવ રાજકોટમાં બનવા પામ્યો છે. રાજકોટમાં જંકશન વિસ્તારમાં એક વ્યક્તિ જે પોતે દુર દુર સુધી RMC માં કામ પણ નથી કરી રહ્યો છતાં તે પોતે શહેરમાં આરામથી ફરી શકે તે માટે તેને પોતાના વિલરની આગળની નંબર પ્લેટ કાઢી તેમાં ઓન ડ્યુટી RMC લખાવ્યું છે. અને તેની સ્કૂટરની ડેકી માંથી HSRP નંબર પ્લેટ નીકળી તે પણ જુદા નંબર ની મળી હતી. અને જ્યારે આ સ્કુટરની પાછળની નંબર પ્લેટ પણ જુદી લગાડેલી હતી. જોકે આ વ્યક્તિ નસેડી હોય તેવું લાગી રહ્યું છે. જ્યારે આ વ્યક્તિને પોલીસે અટકાવ્યો ત્યારે એક પછી એક ચોકાવનારી વિગતો મળવા મંડી હતી. આ તો સદ નસીબે વ્યક્તિ સ્વસ્થ હતો. પરંતુ જો આ વ્યક્તિ જો કોરોના ગ્રસ્ત હોય તો શહેરમાં કોરોનાનો વ્યાપ કેટલો વધારી શકે છે. તે વિચારવા તંત્રને મજબુર કરી રહ્યો છે. ત્યારે શહેરમાં કોરોનાનો વ્યાપ ન વધે તે માટે જીલ્લા પ્રસાશન અને પોલીસ પ્રસાશન દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે.*

*રિપોર્ટર. દિલીપ પરમાર.*
*રાજકોટ.*

IMG-20200408-WA0574.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *