*રાજકોટ શહેરમાં મહાનગરપાલિકાના સ્ટાફને સ્વખર્ચે સેનિટેશન કિટ આપતા. સ્ટેન્ડિંગ ચેરમેન ઉદય કાનગડ.*
*તા.૯.૪.૨૦૨૦ રાજકોટ મહાપાલિકાના સ્ટેન્ડિંગ ચેરમેન ઉદય કાનગડ દ્વારા રૂપિયા ૨.૫ લાખના સ્વખર્ચે ૨૫૦૦ સફાઇ કામદારો. ફાયરબ્રિગેડ સ્ટાફ. આરોગ્ય શાખાના સ્ટાફને ડેટોલ સાબુ સહિતની સેનિટેશન કિટ અર્પણ કરવામાં આવી છે. સ્ટેન્ડિંગ ચેરમેન ઉદય કાનગડએ મિડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે હાલ ફરજ પર રહેલા કર્મચારીઓના સ્વાસ્થ્યની પણ પૂરતી તકેદારી લેવાઇ રહી છે. સોશ્યલ ડિસ્ટન્સ જાળવી તમામને વિતરણ કરાશે. તેમણે ઉમેર્યું હતું કે રાજકોટ મહાપાલિકાના તમામ ૫૦૦૦ કર્મચારીઓને આ સેનિટેશન કિટ અપાશે.*
*રિપોર્ટર. દિલીપ પરમાર.*
*રાજકોટ.*