*રાજકોટ શહેર એન્જીનીયરીંગ ઉદ્યોગોની મુશ્કેલી નિવારવા એસોસિએશન સતત કાર્યશીલ. પ્રમુખ. પરેશ વસાણી*
*રાજકોટ શહેર તા.૧૩.૫.૨૦૨૦ ના રોજ રાજકોટ એન્વીનીયરીંગ એસોસીએશનની આગેવાની હેઠળ સરકારને સફળ રજુઆતને કારણે આવતી કાલ એટલે કે તા.૧૪-૫-૨૦૨૦થી તમામ ઔદ્યોગિક એકમો પુન કાયર્રત થશે. જેનો યશ પ્રમુખ પરેશ વાસાણી તથા સમગ્ર બોડીને જાય છે. અદાજે ૩૫૦ જેટલા ઉદ્યોગોને આ લોકડાઉન સમય દરમ્યાન એસોસીએશન દ્વારા ઉદ્યોગો ચાલુ રાખવાની મજુરી મેળવી આપવામાં આવે છે. સરકાર ગાઇલાઇન અનુસાર ગ્રામ્ય વિસ્તારના ઉદ્યોગો તેમજ સીટી વિસ્તારના એકસપોર્ટ, એગ્રીકલ્ચર, આવશ્યક ચીજ વસ્તુઓ બનાવનાર વિગેરે પ્રકારના એકમો આ લોકડાઉન સમય દરમ્યાન એસોસીએશનની ઓફિસ સવારના ૯થી સાંજના ૬ સુધી કાર્યરત રાખીને ઉદ્યોગકારોને ઉપયોગી થયેલ છે. પ્રમુખ પરેશ વાસાણીના જણાવ્યા અનુસાર લોકડાઉનનો સમય પુરો થયા પછી ઉદ્યોગોને સરકારની પર્વ મંજુરી મેળવ્યા વગર પુન ધમધમતો થઇ શકે તેવી જોગવાઇ કરવાની રજૂઆત મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી તથા સ્થાનિક ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલને કરવામાં આવેલ છે.*
*રિપોર્ટર. દિલીપ પરમાર.*
*રાજકોટ.*