*રાજકોટ શહેર કેન્દ્રીય આરોગ્ય ટીમ રાજકોટ સિવિલ હોસ્પિટલની મુલાકાતે.*
*રાજકોટ શહેર તા.૨૩.૪.૨૦૨૦ ના રોજ કોરોના કોવિડ ૧૯ ની મહામારીના પગલે દિલ્હીથી કેન્દ્રીય આરોગ્યની ટિમ અને ગાંધીનગરથી આરોગ્ય વિભાગના અધિકારીઓ સહિતની ટિમ રાજકોટ કોરોના હોસ્પિટલની મુલાકાત લેવા આવશે. કેન્દ્રની ગાઈડલાઈન પ્રમાણે દર્દીઓની સારવાર થાય છે કે તેમ તેવા મુદ્દાઓ પર મેડિકલ કોલેજના ડિન, તબીબી અધિક્ષક અને મહાપાલિકાના આરોગ્ય અધિકારીઓ સાથે મુલાકાત કરી ચર્ચા વિચારણા કરશે. આ અંગે પ્રાપ્ત વિગત મુજબ રાજકોટ શહેર ને રેડઝોનમાં સામીલ કર્યા બાદ કેન્દ્રની ગાઈડલાઈન મુજબ કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે કે કેમ તે ચકાસવા માટે ઉચ્ચસ્તરીય કેન્દ્રીય આરોગ્ય અને રાજ્યની આરોગ્યની ટિમ આજ રોજ રાજકોટ હોસ્પિટલ ની મુલાકાત લેશે. પી.ડી.યુ. સિવિલ હોસ્પિટલમાં આવેલા કોરોના કોવિડ ૧૯ ના વિભાગની મુલાકાત માટે આવેલા કેન્દ્રીય આરોગ્યની ટિમ અને ગાંધીનગરથી પણ આરોગ્ય અધિકારીઓ સાથે હોસ્પિટલ ખાતે મુલાકાત લઈ મેડિકલ કોલેજના ડિન ડો.ગૌરવી ધ્રુવ, તબીબી અધિક્ષક ડો.મનીષ મહેતા, કલેકટર રેમ્યાં મોહન સહિતના અધિકારીઓ સાથે કેન્દ્રની ગાઈડલાઈન મુજબ સારવાર અંગે ચર્ચા વિચારણા કરી સૂચનો પાઠવશે.*
*રિપોર્ટર. દિલીપ પરમાર.*
*રાજકોટ.*