*રાજકોટ શહેર કોંગ્રેસના કોર્પોરેટરો સોશિયલ ડિસ્ટન્સ જાળવી મુખ્યમંત્રી રાહત ફંડ માં આપ્યું યોગદાન.*
*રાજકોટ શહેર તા.૮.૪.૨૦૨૦ ના રોજ કોરોના વાયરસને સામે લડવા રાજ્ય સરકાર દ્વારા દેશવાસીઓ સમક્ષ સહકાર આપવાની અપીલ કરવામાં આવી હતી. આ અપીલનુ સમર્થન કરવા અનેક ઉદ્યોગપતિઓ સંસ્થાઓ સેવાભાવી લોકો રાજકીય આગેવાનો સહિત ના અનેક નામી અનામી લોકોએ દાનનો ધોધ વહાવ્યો હતો. જેમાં આજે રાજકોટ શહેરના કોર્પોરેટરો પણ જોડાયા હતા. રૂ.૪.૫૦ લાખ નું મુખ્યમંત્રી રાહતફંડ માં પોતાનું યોગદાન આપ્યું હતું. કોંગ્રેસના કોર્પોરેટરો યોગદાન આપતા સમયે સોશિયલ ડિસ્ટન્સ જાળવી લોકોને જાગૃત કરવાનો પ્રેરણારુપ પ્રયાસ કર્યો હતો. આ તકે રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અશોકભાઇ ડાંગર. મહાનગરપાલિકાના વિપક્ષના નેતા વશરામભાઈ સાગઠીયા. ગુજરાત મહિલા કોંગ્રેસ પ્રમુખ ગાયત્રીબા વાઘેલા. સહિતના કોર્પોરેટરો ઉપસ્થિત રહ્યા હતા.*
*રિપોર્ટર. દિલીપ પરમાર.*
*રાજકોટ.*