*રાજકોટ શહેર કોંગ્રેસે લોન્ચ કરી વેબ એપ ઈ-જનમિત્ર કોવિડ-૧૯ હેલ્પલાઈન*
*રાજકોટ શહેર તા.૧૬.૫.૨૦૨૦ ના રોજ આ વેબ એપ્લિકેશન અંગે જાણકારી આપતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિનાં પ્રમુખ અમીત ચાવડાએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં કોરોના વાયરસને લઈને પરિસ્થિતિ ખુબ જ ચિંતાજનક છે. કોંગ્રેસ પક્ષે સરકારને સાથ-સહકાર આપી લોકોને સેવા, સમર્પણ, બલિદાનની ભાવનાથી રાહત કાર્યો કરી મદદ કરી પરંતુ સરકારના વિભાગો વચ્ચે સંકલનના અભાવે લોકોની સમસ્યાઓનું નિરાકરણ આવે તે માટે સરકારની ઈચ્છા શકિત અને વિભાગોની અસક્રિયતા જોવા મળી રહી છે. ત્યારે આવા કપરા સંજોગોમાં લોકોને મદદરૂપ થવા માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા ડિજિટલ માધ્યમથી વેબ એપ્લિકેશન ઈ-જનમિત્ર કોવિડ-૧૯ હેલ્પલાઈનની શરૂઆત કરવામાં આવે છે. કોરોનાના લક્ષણો હોય, દવાની જરૂરીયાત હોય, ખેતીને લગતી ખેડુતોને કોઈ સમસ્યા હોય, ધંધાકીય-નાણાકીય સમસ્યા હોય, સરકારી સુવિધા-વિભાગને સંબંધિત રજુઆત હોય તે આ કોવિડ-૧૯ હેલ્પલાઈન ઈ-જનમિત્રના માધ્યમથી કોંગ્રેસ પક્ષને માહિતી પહોંચશે. અને પક્ષના કંટ્રોલ રૂમમાં આ માહિતી એકત્રિત કરવામાં આવશે. તેને સમસ્યાવાર, જિલ્લા-શહેર પ્રમાણે, વિભાગ પ્રમાણે જુદી પાડીને જિલ્લાકક્ષાના પ્રશ્ર્નો અને રજુઆતો જીલ્લા કોંગ્રેસનાં કંટ્રોલ રૂમમાં મોકલી આપવામાં આવશે.*
*રિપોર્ટર. દિલીપ પરમાર.*
*રાજકોટ.*