*રાજકોટ શહેર કોંગ્રેસ અનુ-જાતિ ડિપાર્ટમેન્ટ ચેરમેન નરેશભાઇ સાગઠીયા દ્વારા રાજકોટ શહેર એ.ડીવીઝન પોલીસ સ્ટેશનમાં રિપબ્લિક ટીવીના એડિટર ઇન ચીફ અર્નબ ગોસ્વામી વિરુદ્ધ FIR કરી.*
*રાજકોટ શહેર તા.૨૪.૪.૨૦૨૦ ના રોજ દેશનો સાંપ્રદાયિક માહોલ ખરાબ કરી ઝેર ફેલાવવાનું કામ કરતાં બની બેઠેલા અને એજન્ટ પત્રકાર અર્નબ ગોસ્વામીએ કોગ્રેસ અધ્યક્ષ શ્રીમતી સોનિયા ગાંધી સામે આપતીજનક ટિપ્પણી કરતાં તેની સામે દેશવ્યાપી જુવાળ જોવા મળી રહ્યો છે. ત્યારે રાજકોટ શહેર કોંગ્રેસ અનુ-જાતિ ડિપાર્ટમેન્ટ ચેરમેન નરેશભાઇ સાગઠીયા દ્વારા રાજકોટ શહેર એ.ડીવીઝન પોલીસ સ્ટેશનમાં રિપબ્લિક ટીવીના એડિટર ઇન ચીફ અર્નબ ગોસ્વામી વિરુદ્ધ FIR કરી. સિટી પોલીસ ઇન્સ્પેક્ટરને ટીવી ક્લિપ લેપટોપ ઉપર દર્શાવી તે ક્લિપને પેન ડ્રાઇવમાં પુરાવા રૂપે આપવામાં આવી. રાજકોટ શહેર કોંગ્રેસ અનુ-જાતિ ડિપાર્ટમેન્ટ વાઈસ ચેરમેન અરવિંદ મુછડીયા અને રાજકોટ શહેર કોંગ્રેસ અનુ-જાતિ ડિપાર્ટમેન્ટ વોર્ડ નં-૧૫ પ્રમુખ નરેશ પરમાર ઉપસ્થિત રહ્યા.*
*રિપોર્ટર. દિલીપ પરમાર.*
*રાજકોટ.*