*રાજકોટ શહેર કોરોનાના વાયરસને અટકાવવા પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ દ્વારા પ્રસિઘ્ધ કરાયું જાહેરનામું.*
*રાજકોટ શહેર તા.૬.૫.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ સાહેબ બહાર પાડેલ જાહેરનામા દરમિયાન શહેરી વિસ્તારમાં સક્ષમ અધિકારીની પરવાનગી વગર અનધિકૃત રીતે ચાર કે ચાર થી વધુ વ્યક્તિઓએ એક સાથે કોઈપણ જગ્યાએ એકઠા થવા પ્રકારના સભા, સરઘસ, સંમેલન, મેળાવડા કે લોકમેળા પર પ્રતીબંધ ફરમાવ્યો છે. મોલ, મલ્ટીપ્લેકસ, સિનેમા અને નાટ્યગૃહો, જીમ, સ્પોર્ટસ કોમ્પલેક્સ, સ્વીમીંગ પુલ, ડાંસ કલાસીસ, ગેઈમ ઝોન, કલબ હાઉસ, એમ્યુઝમેનટ પાર્ક, પાર્ટી પ્લોટ, મેરેજ હોલ, લગ્ન વાડી, હાટ બઝાર અને મોટી સંખ્યામાં લોકોની અવર-જવર થતી હોય તેવા તમામ સ્થળો જાહેર જનતા માટે બંધ રાખવાના રહેશે. આ ઉપરાંત તમામ પ્રકારની શૈક્ષણિક સંસ્થાઓ, ટ્યુશન/કોચિંગ કલાસ વગેરે જગ્યાએ તમામ શૈક્ષણિક કાર્યો બંધ રાખવાના રહેશે. સરકારી તથા ખાનગી હોસ્ટેલ, જાહેર બાગ બગીચા તથા ધાર્મિક મેળાવડાઓ પાન-ગુટકા, તમ્બાકુ તેમજ તેને લગતા ઉત્પાદનોનું વેંચાણ કરી શકાશે નહીં. તમામ હોટલો, રેસ્ટોરંટ, ખાણી-પીણાના સ્થળ, મીઠાઈ-ફરસાણની દુકાન, ભોજનાલય બંધ રાખવાના રહેશે. કોરોના વાયરસ અંગે ખોટી અફવા/માહિતી કોઇ પણ માધ્યમ મારફતે ફેલાવવી ગુનો ગણાશે. રાજકોટ શહેરમાં સાંજના ૭ વાગ્યથી સવારના ૭ વાગ્યા સુધી જાહેર જનતાના બિનજરૂરી બહાર અવર-જવર પર પ્રતિબંધ રહેશે.*
*રિપોર્ટર. દિલીપ પરમાર.*
*રાજકોટ.*