Gujarat

રાજકોટ શહેર કોરોનાની મહામારી સામેની જંગમાં જીલ્લા પંચાયતના સભ્યોએ સ્વભંડોળ માંથી રૂ.૪૮.૫૦ લાખની ગ્રાંટ ફાળવી હતી

*રાજકોટ શહેર કોરોનાની મહામારી સામેની જંગમાં જીલ્લા પંચાયતના સભ્યોએ સ્વભંડોળ માંથી રૂ.૪૮.૫૦ લાખની ગ્રાંટ ફાળવી હતી.*

*રાજકોટ શહેર તા.૧૫.૫.૨૦૨૦ ના રોજ હાલ કોરોનાનું સંકટ સમગ્ર જિલ્લા ઉપર ઘેરાઈ રહ્યું છે. ત્યારે આ સંકટને અટકાવવા રાજકોટનાં ગ્રામ્ય વિસ્તારોનાં લોકો સુધી માસ્ક. સેનિટાઈઝર કિટ સહિતની ચીજવસ્તુઓ પહોચે તે માટે જિલ્લા પંચાયતનાં સભ્યોએ રૂ.૪૮.૫૦ લાખની ગ્રાન્ટ ફાળવી હતી. આ ગ્રાન્ટ ફાળવ્યાને એક મહિના જેટલો સમય વિત્યો છે. છતા આજ દિન સુધી કોઈ પણ વસ્તુની ખરીદી થઈ નથી. આરોગ્ય અધિકારીની આ ગંભીર બેદરકારી બદલ સભ્યો રોષે ભરાયા છે. સભ્યો દ્વારા એવા આક્ષેપો કરવામાં આવ્યા છે કે વખતો-વખત આ ગ્રાન્ટનો ઝડપથી ઉપયોગ કરવામાં આવે. પરંતુ આરોગ્ય અધિકારીએ માત્ર બહાને બાજી કરવામાં આવી રહી છે. રાજકોટ જિલ્લા પંચાયતના વરિષ્ટ સદસ્ય અર્જુનભાઈ ખાટરીયાએ મીડીયા સમક્ષ આક્રોશ વ્યકત કરતા જણાવ્યું હતુ કે સમગ્ર વિશ્ર્વમાં જયારે કોરોનાની મહામારી છે. ત્યારે જીલ્લા પંચાયતની સ્વભંડોળની ગ્રાન્ટમાંથી જિલ્લા પંચાયતના દરેક સભ્યએ સાથે મળીને નિર્ણય કર્યો હતો કે ગ્રામ્ય વિસ્તારમાં એ સ્વભંડોળની ગ્રાન્ટ કોરોના સામેના જંગમાં વાપરવામાં આવશે.*

*રિપોર્ટર. દિલીપ પરમાર.*
*રાજકોટ.*

IMG-20200515-WA0832.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *