*રાજકોટ શહેર કોવીડ હોસ્પિટલના કપડાને જંતુ મુક્ત રાખવા કરાય છે દરરોજ ખાસ વોશિંગ*
*રાજકોટ શહેર તા.૧૫.૪.૨૦૨૦ ના રોજ સોડિયમ હાયપોક્લોરાઇટ અને પોટેશિયમ મેંગેનેટ જેવા કેમિકલમાં ૨ કલાકથી વધુ સમય રાખી વાઇરસ અને બેક્ટેરિયા જેવા જંતુઓને કિલ કરવામાં આવે છે. રોજના ૧૫૦ થી વધુ ચાદર, બેડશીટ, રૂમાલ, ટુવાલ, કવરની કરાઈ છે રોજ ધોલાઈ આપણા ઘરે પણ બેડશીટ, ઓશિકાના કવર કે ટુવાલ રોજેરોજ ધોવાઈ વપરાશમાં લેવાતા નહીં હોઈ પણ કોવીડ હોસ્પિટલ, રાજકોટમાં એક નિત્યક્રમ જળવાઈ રહે છે. સવાર પડેને પેશન્ટને સ્વચ્છ બેડશીટના મખમલી ગાદલા અને ઓસીકા યુક્ત પથારીમાં ટ્રીટમેન્ટ મળી રહે તેની ખાસ તકેદારી સ્ટાફ દ્વારા લેવામાં આવે છે. કોરોના વાઇરસ કે બેક્ટેરિયા સહિતના જંતુ પ્રસરે નહીં તે માટે એકાએક પગલાંઓ લેવાઈ રહ્યા છે. ત્યારે કોરોના સંક્રમિત દર્દીઓ દ્વારા આ જીવાણુ કોઈપણ રીતે પ્રસરે નહિ. તેની યોગ્ય સારસંભાળ પણ તેટલીજ જરૂરી છે. દર્દીઓના બેડશીટ, રૂમાલ, ટુવાલ, ઓશિકાના કવર અને ઓઢવાની ચાદરને રોજેરોજ ખાસ વોશિંગ કરી કેર લેવામાં આવતી હોવાનું હોસ્પિટલના મેન્જમેન્ટ સાથે જોડાયેલા યશસ્વીબેન જેઠવા જણાવે છે. રાજકોટ સિવિલ કેમ્પસમાં ૨૫૦ બેડની ખાસ કોવીડ સુપર સ્પેશિયાલિટી બિલ્ડીંગમાં ઉભી કરાઈ છે. તેમાં છઠ્ઠા માળે ખાસ વોશિંગ લોન્જ બનાવવામાં આવી છે. અહીં હોસ્પિટલના પેશન્ટના પથારીની બેડશીટ, ચાદર, ઓશિકા, નેપકીન સહિતના કપડાં રોજેરોજ ધોવામાં આવે છે. આ માટે ખાસ કોન્ટ્રાકટ આપવામાં આવ્યો છે. જેના ઇન્ચાર્જ રિતેશ ત્રિવેદી જણાવે છે કે, હોસ્પિટલના સ્ટાફ દ્વારા આ કપડાઓ વહેલી સવારે ખાસ કેમીકલ સોડિયમ હાયપોક્લોરાઇટને પાણી સાથે મિક્ષ કરી બોળી દેવામાં આવે છે.પરિણામે આ કપડાઓ માંથી મોટેભાગે જર્મ્સ કિલ થઈ જાય છે. ત્યારબાદ આ કપડાંઓને વોશિંગ મશીનમાં ધોવામાં આવે છે. જેમાં પણ ડિટર્જન્ટ સાથોસાથ ખાસ કેમિકલ પોટેશિયમ મેંગેનેટ (KMNO4) નાખી કપડાંઓને વોશિંગ મશીનમાં ધોઈ ત્યારબાદ તેને ખુલ્લામાં તડકા નીચે સૂકવવામાં આવે છે. કહેવાય છે કે ”જ્યાં સ્વચ્છતા ત્યાં પ્રભુતા” અને સ્વચ્છતા હોઈ ત્યાં અડધી બીમારી તો એમજ દૂર થઈ જતી હોઈ છે. ત્યારે રાજકોટની કોવીડ હોસ્પિટલમાં સારવાર બાદ તમામ કોરોના પોઝિટિવ દર્દીઓ પણ સાજા થઈ ઘર વાપસી કરે છે તેમાં દવા, દુવા અને સ્વચ્છતા પણ તેટલો જ મહત્વનો ભાગ ભજવે છે.*
*રિપોર્ટર. દિલીપ પરમાર.*
*રાજકોટ.*