Gujarat

રાજકોટ શહેર જંગલેશ્વરમાં ફરી ઘર્ષણ. શેરી નં.ર૭માં ટોળા. આજી-નદીનો પટ સીલ. લોકોના ટોળા ઉમટીયા.*

*રાજકોટ શહેર જંગલેશ્વરમાં ફરી ઘર્ષણ. શેરી નં.ર૭માં ટોળા. આજી-નદીનો પટ સીલ. લોકોના ટોળા ઉમટીયા.*

*રાજકોટ શહેર તા.૧૨.૪.૨૦૨૦ ના રોજ શહેરના જંગલેશ્વર વિસ્તારની શેરીનં. ર૭ કે જયાં કોરોના સંક્રમણોની સંખ્યા વધુ છે. તેને ચારેબાજુથી સીલ કરી દેવાઇ છે. ત્યારે આજે સવારે આ શેરીના રહેવાસીઓની ધીરજ ખૂટી હતી. અને એવા આક્ષેપો સાથે ૧૦૦થી વધુ લોકોનું ટોળુ શેરીમાં નિકળી ગયું હતું. અને સીલના પતરા તોડી નાંખવા પ્રયાસો કરતા તાત્કાલી ધોરણે આ વિસ્તારના ઇન્ચાર્જ અધિકારી અને ગોંડલ મામલતદાર રાજેશ આલ પોલીસ ફોર્સ સાથે સ્થળ પર દોડી ગયેલ અને લોકોને આવું ન કરવા સમજાવેલ. ત્યારે રહેવાસીઓએ એવો આક્ષેપ કર્યો હતો. તેઓ પાસે અનાજ-દુધ-શાકભાજી વગેરે ખૂટી ગયું છે. અને કલેકટર દ્વારા બે દિવસથી કંઇ જ અપાયું નથી. તેથી હવે બહાર નીકળવું પડશે. આથી મામલતદારશ્રીએ આ વિસ્તારના મૌલાનાનો સહયોગથી લોકોને આજે સાંજે ૪ વાગ્યા સુધીમાં તમામ લોકોને અનાજ-દુધ-શાકભાજી પહોંચી જશે તેવી ખાત્રીથી સમજાવી લેવાયા હતા. પરંતુ આમ છતાં જો સાંજે જીવનજરૂરી વસ્તુઓ નહીં મળે તો પછી પતરા તોડી નાંખશું. તેવી ચીમકી રહેવાસીઓએ ઉચ્ચારી હતી.*

*રિપોર્ટર. દિલીપ પરમાર.*
*રાજકોટ.*

IMG-20200412-WA0505.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *