Gujarat

રાજકોટ શહેર જંગલેશ્વરમાં જેમને આદર-સત્કાર અપાય છે. તે મુન્નાબાપુને કોરોના પોઝીટીવ આવતા ખળભળાટ.

*રાજકોટ શહેર જંગલેશ્વરમાં જેમને આદર-સત્કાર અપાય છે. તે મુન્નાબાપુને કોરોના પોઝીટીવ આવતા ખળભળાટ.*

*રાજકોટ શહેર તા.૧૮.૪.૨૦૨૦ ના રોજ કોરોના વાયરસે જંગલેશ્વરમાં રોજે રોજ નવા નવા કેસ બહાર આવતા વહીવટી તંત્રએ આ વાયરસને નિયંત્રણમાં લાવવા તથા ફેલાતો અટકાવવા ગઈ મધરાતથી આ વિસ્તારમાં કર્ફયુ જાહેર કર્યો છે. આ દરમિયાન આજે આ વિસ્તારમાં નવા ૫ પોઝીટીવ કેસ બહાર આવ્યા છે. જેમાં આજે સવારે સમગ્ર જંગલેશ્વરમાં અત્યંત માન-સન્માન ધરાવતા અને જેમનું કહ્યુ આ વિસ્તારના લોકો માને છે. એ મુન્નાબાપુ તરીકે ઓળખાતા ૪૭ વર્ષના સૈયદ હબીબમીંયા જુસામીંયા કે જેઓ ત્યાંની અંકુર સોસાયટીમાં રહે છે. તેમને પોઝીટીવ કોરોના થયો હોવાનું જાહેર થતા આ વિસ્તારમાં સોંપો પડી ગયો છે. એટલુ જ નહિ ચિંતાના વાદળો પણ ઘેરાયા છે. રાજકોટના જંગલેશ્વરમાં જાણે કોરોનાએ પડાવ નાખ્યો હોય તેમ એકધારા પોઝીટીવ બહાર આવી રહ્યા છે. આ કેસને કાબુમાં લેવા માટે આરોગ્ય વિભાગ, મ્યુનિસિપલ તંત્ર અને પોલીસ તંત્ર સતત દોડધામ કરી રહ્યુ છે. રોગને વધુ પ્રસરતો અટકાવવા અનેકવિધ નિયંત્રણો પણ આ વિસ્તારમાં લાદવામા આવ્યા છે. તાજેતરમાં નિયંત્રણ મુકવા બાબતે લોકો અને તંત્ર વચ્ચે ઉગ્રતા સર્જાય હતી. ત્યારે મુન્નાબાપુએ જ મધ્યસ્થી કરી મામલો થાળે પાડયો હતો. અને એક વડીલની ભૂમિકા ભજવી હતી. હવે તેમને કોરોના પોઝીટીવ બહાર આવતા આ વિસ્તારના લોકોમા પણ ભારે સોપો પડી ગયો છે. અત્રે નોંધનીય છે કે આ વિસ્તારમા તેઓ સન્માનીય વ્યકિત હોય તેઓ અનેક લોકો સાથે રોજે રોજ સંપર્કમા રહેતા હતા. એટલુ જ નહિ તેઓ પોલીસ, મ્યુનિસિપલ કોર્પોરેશનનું તંત્ર-અધિકારીઓ, મીડીયા જગતના અનેક લોકોને પણ મળતા હતા. અને કોરોના બાબતે ચર્ચા વિચારણા કરતા હતા. હવે આ વ્યકિતને કોરોનાએ દંશ દેતા તેમના સંપર્કમાં આવેલા સેંકડો લોકોમાં ભારે ફફડાટ ફેલાય ગયો છે. જો કે તંત્રએ કહ્યુ છે કે કોરોનાને વકરતો અટકાવવા તમામ પગલાઓ લેવામાં આવી રહ્યા છે.*

*રિપોર્ટર. દિલીપ પરમાર.*
*રાજકોટ.*

IMG-20200418-WA0637.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *