*રાજકોટ શહેર જંગલેશ્વર કોરોના પોઝિટિવ વિસ્તારમાં પોલીસ દ્વારા સઘન પેટ્રોલીંગ.*
*રાજકોટ શહેર તા.૧૧.૪.૨૦૨૦ ના રોજ કોઠારિયા રોડ પરના જંગલેશ્ર્વર ઉપરાંત વિવેકાનંદનગર, ઘનશ્યામનગર, ગોકુલનગર, એકતા સોસાયટી, પટેલ કોલોની, ભવાની ચોક, સાગર ચોક શિયાણીનગર અને સ્લમ કવાર્ટરમાં ફલેગ માર્ચ યોજવામાં આવ્યું હતું. ફલેગ માર્ચમાં ડી.સી.પી ઝોન-૧ રવિ મોહન સૈની સાથે પૂર્વ વિભાગના એ.સી.પી એચ.એલ.રાઠોડ અને ભક્તિનગર પી.આઇ. વી.કે.ગઢવી સહિતના પોલીસ અધિકારીઓ જોડાયા હતા. જંગલેશ્ર્વર વિસ્તારમાં લોકડાઉનનો ભંગ કરી ખુલ્લી રહેલી કેટલીક દુકાનદારોને લોકડાઉનમાં સહયોગ આપવા સમજાવી કાયદાકીય કાર્યવાહી કરવા તાકીદ કરી હતી. મોટી સંખ્યામાં પોલીસ સ્ટાફને જોઇ ગેરકાયદેસર ખુલ્લી રહેલી દુકાનો ટપોટપ બંધ થઇ ગઇ હતી. તેમ છતાં પોલીસ સ્ટાફે તમામને ચેતવણી આપી હતી. તેમજ તમામને સુરક્ષિત રહેવા માટે ઘરમાં જ રહેવા અપીલ કરી હતી. જંગલેશ્ર્વર વિસ્તારમાં આવેલી મસ્જીદોના મૌલવીઓને પોલીસ સ્ટાફે મળી તમામને ઘરમાં જ રહેવા થોડી થોડી વારે જાહેરાત કરવા અનુરોધ કર્યો હતો. જંગલેશ્ર્વર વિસ્તારમાં જીવન જરૂરીયાતની ચિજ વસ્તુની હોમ ડીલીવરી થાય તેવી પોલીસ દ્વારા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જંગલેશ્ર્વર વિસ્તારમાં લોકડાઉનનો ભંગ કરી લટાર મારવા નીકળેલા કેટલાક છેલબટાઉને પોલીસે કાયદાનું ભાન કરાવી ઘર ભેગા કર્યા હતા. કેટલાક શખ્સો સામે જાહેરનામા ભંગ અંગેના કેસ કર્યા હતા. પોલીસનો મોટો કાફલો એકાએક જંગલેશ્ર્વર વિસ્તારમાં ફલેગ માર્ચ માટે આવી જતા નાસભાગ મચી ગઇ હતી.*
*રિપોર્ટર. દિલીપ પરમાર.*
*રાજકોટ.*