Gujarat

રાજકોટ શહેર જીલ્લાના અંદાજે ૧ર૦૦ જેટલા કારખાના અને બીલ્ડીંગ સાઇટો શરૂ કરવા કલેકટરે મંજૂરી આપી દીધી હોવાનું જાણવા મળ્યું છે.*

*રાજકોટ શહેર જીલ્લાના અંદાજે ૧ર૦૦ જેટલા કારખાના અને બીલ્ડીંગ સાઇટો શરૂ કરવા કલેકટરે મંજૂરી આપી દીધી હોવાનું જાણવા મળ્યું છે.*

*રાજકોટ શહેર તા.ર૩.૪.૨૦૨૦ ના લોકડાઉનમાંથી શહેર બહારની બીલ્ડીંગ સાઇટો અને કારખાનાઓને ચાલુ કરવા માટે હાલ મંજૂરી આપવામાં આવી રહી છે. ત્યારે રાજકોટ જીલ્લાના અંદાજે ૧ર૦૦ જેટલા કારખાના અને બીલ્ડીંગ સાઇટો શરૂ કરવા કલેકટરે મંજૂરી આપી દીધી હોવાનું જાણવા મળ્યું છે. આ અંગે કલેકટર તંત્રએ જાહેર કર્યા મુજબ રાજકોટ જીલ્લાના શાપર-વેરાવળ, મેટોડા, હડમતાળા, કુવાડવા, બામણબોર વગેરે સ્થળોએ આવેલા અંદાજે ૧ર૦૦ જેટલા કારખાનાઓ અને બીલ્ડીંગ સાઇટોનું કામ ચાલુ કરવા મંજૂરી આપી દેવાઇ છે. આમ કારખાનાઓ શરૂ કરવા મંજૂરી મળતા આજે ગોંડલ, અમદાવાદ, કાલાવડ રોડ વગેરે હાઇ-વે ઉપર ઉદ્યોગોની કાર-બસ. ટ્રક સહિતના વાહનોની લાંબી કતાર ચેક પોસ્ટ ઉપર લાગતા ટ્રાફીક જામના દૃશ્યો સર્જાયા હતાં. દરમિયાન કારખાના અને બીલ્ડીંગો માટે અન્ય જીલ્લાના મજૂરોને લાવવાની પણ છૂટ આપી દેવાઇ છે. હજુ ર૦૦૦ જેટલી અરજીઓ મંજૂરીની પ્રક્રિયામાં છે. ત્યારે રવિવાર સુધીમાં રાજકોટ જીલ્લાની મોટા ભાગની ફેકટરીઓ ફરી ધમધમવા લાગશે.*

*રિપોર્ટર. દિલીપ પરમાર.*
*રાજકોટ.*

IMG-20200423-WA0446.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *