Gujarat

રાજકોટ શહેર જીલ્લાની ૨૦ હજાર ગંગા સ્વરૂપ બહેનોને પોસ્ટમેન ઘરે સહાય આપવા જશે. રાશન-દવાની પણ મદદ કલેકટરનો મહત્વનો નિર્ણય.*

*રાજકોટ શહેર જીલ્લાની ૨૦ હજાર ગંગા સ્વરૂપ બહેનોને પોસ્ટમેન ઘરે સહાય આપવા જશે. રાશન-દવાની પણ મદદ કલેકટરનો મહત્વનો નિર્ણય.*

*રાજકોટ શહેર તા.૯.૪.૨૦૨૦ ના રોજ પોસ્ટ વિભાગ સાથે સંકલન કરી લાભાર્થી બહેનોને તેના દ્યરે જ સીધી સહાય મળી જાય તે માટે સુનિશ્યિત વ્યવસ્થા ઉભી કરવામાં આવતા લાભાર્થી બહેનોને રાહત થશે. રાજકોટ જિલ્લાની ૨૦ હજાર ગંગા સ્વરૂપા બહેનોને દર મહિને રૂ. ૧૨૫૦ રાજય સરકારની યોજના અન્વયે પોસ્ટખાતા મારફતે તેના પોસ્ટના બેંક એકાઉન્ટમાં જમા કરવામાં આવે છે. કોરોના વાયરસની સ્થિતિમાં રાજય સરકાર દ્વારા લાભાર્થી બહેનોને D.B.T. મારફતે પોસ્ટખાતામાં જમા કરવામાં આવેલ છે. રાજકોટ જિલ્લા કલેકટર શ્રી રેમ્યા મોહનના માર્ગદર્શન હેઠળ અને પોસ્ટ વિભાગના સંકલન હેઠળ આ એડવાન્સ સહાયની રકમ માટે બહેનોને પોસ્ટ ઓફિસે લોકડાઉનની સ્થિતિમાં જવું ન પડે અને દ્યરે જ આ રકમ મળી જાય તેવું આયોજન કરવામાં આવેલ છે. પોસ્ટ ઓફિસના સહકારથી દરેક લાભાર્થીને પોસ્ટમેન દ્વારા દ્યરે નાણા ચુકવવામાં આવનાર છે. પોસ્ટમેન સાથે જિલ્લા વહીવટી તંત્ર તરફથી કર્મચારીઓ પણ સાથે રહી નિરાધાર વિધવા બહેનોને રેશન. દવા. જીવન જરૂરી વસ્તુઓની જરૂરીયાતની માહિતી મેળવી શકાય તેવી સેવાઓ પુરી પાડવામાં આવશે. આ કામગીરીનો પ્રારંભ આજથી બેડીપરા પોસ્ટ ઓફિસ વિસ્તારમાંથી કરાયો હતો. આ કામગીરીમાં સંબંધિત પ્રાંત અધિકારી અને મામલતદારે પણ સહયોગ આપવા કલેકટરે સુચના આપી હતી.*

*રિપોર્ટર. દિલીપ પરમાર.*
*રાજકોટ.*

IMG-20200409-WA0134.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *