*રાજકોટ શહેર થોડા સમય માટે દુકાનો ખુલ્લી પણ લોકડાઉનની જાહેરાત થતા પાછી બંધ કરી હતી.*
*રાજકોટ શહેર તા.૨૭.૪.૨૦૨૦ ના રોજ શનિવારે બપોર બાદ સરકાર લોકડાઉનમાં નાની મોટી દુકાનો ખોલવાની શરતી છૂટ આપી હતી. શનિવારની એ જાહેરાતના પગલે રવિવારે સવારે દુકાનો ખુલી હતી. અને વેપાર ધંધા શરુ થયા હતા. જો કે ફરી રવિવારે જાહેરાત કરી હતી કે અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, મહાનગરમાં લોકડાઉનના આદેશ મુજબ આવશ્યક ચીજવસ્તુ સિવાયના તમામ વેપાર ધંધા બંધ રાખવાના છે. તેવું જાહેર કર્યુ હતું. એટલે થોડા સમય માટે કેટલાક વેપાર ધંધા ખુલ્યા હતા. અને કેટલીક દુકાનો ખુલી પણ ન હતી. કોરોના સામે લોકડાઉન હજુ ચાલુ જ છે. એટલે કેટલાક ધંધાર્થીઓએ વેપાર ધંઘા શરુ કરવાના બદલે બંધ પાળવાનું જ મુનાસીબ માન્યું હતું.*
*રિપોર્ટર. દિલીપ પરમાર.*
*રાજકોટ.*