Gujarat

રાજકોટ શહેર ની એક કંપનીએ ભારતમાં સૌપ્રથમ વખત એન-૯૫ માસ્ક બનાવવાનું અતિ આધુનિક ઓટોમેટીક મશીન બનાવ્યું છે

*રાજકોટ શહેર ની એક કંપનીએ ભારતમાં સૌપ્રથમ વખત એન-૯૫ માસ્ક બનાવવાનું અતિ આધુનિક ઓટોમેટીક મશીન બનાવ્યું છે.*

*રાજકોટ શહેર તા.૩.૫.૨૦૨૦ ના એક કંપનીએ ભારતમાં સૌપ્રથમ વખત એન-૯૫ માસ્ક બનાવવાનું અતિ આધુનિક ઓટોમેટીક મશીન બનાવ્યું છે. રાજકોટની ભાગોળે મેટોડા પછી ખીરસરાથી આગળ આણંદપર ગામે સેફ્રોન ઇન્ડસ્ટ્રીયલ પાર્કની બાજુમાં આવેલી પેલીકન રોટોફલેકસ પ્રા.લી. દ્વારા આ મશીનનું નિર્માણ કરવામાં આવ્યું છે. પેલીકન ના ચેરમેન અને એમ.ડી.ભરતભાઈ શાહે જણાવ્યું કે, એન-૯૫ માસ્ક બનાવવાનું ફુલ્લી ઓટોમેટિક મશીન ખૂબ જ જટિલ હોવા છતાં પણ રાજકોટ પેલીકન ની ટીમ દ્વારા તેના નિર્માણનું લક્ષ્ય માત્ર ૨૦ દિવસમાં સફળતાથી પાર પાડવામાં આવ્યું છે. ફુલ્લી ઓટોમેટિક એન-૯૫ માસ્ક બનાવવાના મશીનમાં અતિ આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જે ચાઈનીઝ કંપનીના હલ્કી ગુણવત્તાવાળા મશીન કરતાં સારી કવોલિટીના એન-૯૫ માસ્કનું ઉત્પાદન કરી શકે છે. એક હજારથી પણ વધુ પાર્ટસ ધરાવતું આ ઓટોમેટિક મશીન મોટા ભાગના તમામ ઈન- હાઉસ પાર્ટસ સાથે તૈયાર કર્યું છે. એક મશીન દરરોજના ૨૫ હજાર માસ્કની ઉત્પાદન ક્ષમતા ધરાવે છે. તેમજ આવતા બે મહિનામાં આવા બીજા પાંચ મશીન પેલિકન દ્વારા બનાવાશે. જેથી ટૂંકા સમયમાં લાખો માસ્ક તૈયાર કરી ભારતમાં તેમજ વિશ્વના અન્ય દેશોને પણ મદદ કરી શકાશે. ભારત સહિત લગભગ દુનિયામાં તમામ દેશોમાં માસ્કની અછત છે. ખાસ કરીને સારી ગુણવત્તાના એન-૯૫ માસ્કની. સારી ગુણવત્તાના માસ્ક કોરોના જેવી મહામારીને રોકવામાં ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. એન-૯૫ માસ્ક કે જે ૯૫ ટકા એરબોર્ન પાર્ટિકલ્સને ફિલ્ટર કરે છે. ચાઈના જેવા દેશોમાંથી નબળી ગુણવતાવાળા માસ્ક તેમજ મશીનો દુનિયાભરમાં પૂરા પાડવામાં આવે છે. પણ હવે ભારતમાં આ મશીનને કારણે લોકોને સારી ગુણવત્તાવાળા એન-૯૫ માસ્ક એકદમ વાજબી ભાવે મળી રહેશે. પેલિકન. ભરતભાઇ શાહ અને વિજયભાઈ શાહની આ સિદ્ધિનું મહત્વ એટલા માટે પણ વધી જાય છે કે, N-95 માસ્ક બનાવતું આ ભારતનું સૌપ્રથમ મશીન છે.*

*રિપોર્ટર. દિલીપ પરમાર.*
*રાજકોટ.*

IMG-20200503-WA0692-0.jpg IMG-20200503-WA0690-1.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *