*રાજકોટ શહેર ભક્તિનગર પોલીસ સ્ટેશનની ‘મા’ ૮૯ વર્ષના વૃદ્ધા, રોજ બે વખત આવી આઇસ્ક્રિમ ખાઇ પોલીસને આશીર્વાદ આપે.*
*રાજકોટ શહેર તા.૧૧.૫.૨૦૨૦ ના રોજ ભક્તિનગર પોલીસ સ્ટેશન ખાતે MOTHER DAY નિમિત્તે. રાજકોટની એક એવી અનોખી માતાની વાત કરવી છે. જે ઓળખાય છે. ભક્તિનગર પોલીસ સ્ટેશનની ‘મા’ તરીકે ૮૯ વર્ષની ઉંમરનાં આ મહિલા દિવસમાં બે વખત પોલીસ સ્ટેશન આવે છે. અને માત્ર આઇસ્ક્રિમ ખાઇ અને પોલીસને આશીર્વાદ આપી જતા રહે છે. ગુજરાતીમાં કહેવત છે કે, ભગવાન ક્યારેય પોલીસ સ્ટેશનનું પગથિયું ન ચડાવે. પણ આ કહેવત રાજકોટમાં ખોટી સાબિત થઇ છે. રાજકોટનાં મેહુલનગર શેરીનં. ૬માં રહેતા ૮૯ વર્ષનાં વિનુબેન અઢીયા દરરોજ બે વખત પોલીસ સ્ટેશને આવે છે. એટલું જ નહીં પોલીસ સ્ટેશનનો સ્ટાફ આવો માડી કહીને બેસાડે અને આઇસ્ક્રિમ પણ ખવડાવે. રાજકોટના ભક્તિનગર પોલીસ સ્ટેશનના સ્ટાફ અને વૃદ્ધા વિનુબેન અઢીયા વચ્ચે સાડા ત્રણ વર્ષથી માતા-પુત્ર જેવો સબંધ બંધાયો છે. એટલું જ નહીં પોલીસ આ વૃદ્ધ માતાનાં દિકરી અને દિકરાના પુત્ર સાથે વીડિયો કોલથી ખબર અંતર પણ પુછાવે છે. વૃદ્ધ વિનુબેન અઢીયા દરરોજ પોતાના ઘરથી પગપાળા પોલીસ સ્ટેશન પહોંચી જાય છે. બે થી અઢી કલાક સમય પસાર કર્યા બાદ પોલીસની કાર તેમને ઘરે પરત પણ પહોંચાડે છે.*
*રિપોર્ટર. દિલીપ પરમાર.*
*રાજકોટ.*