Gujarat

રાજકોટ શહેર માં હાર્ડવેરનાં ધંધા ચાલુ કરવાની મંજુરી આપતા. રાજકોટ કલેકટરશ્રી

*રાજકોટ શહેર માં હાર્ડવેરનાં ધંધા ચાલુ કરવાની મંજુરી આપતા. રાજકોટ કલેકટરશ્રી*

*રાજકોટ શહેર તા.૧૫.૫.૨૦૨૦ ના રોજ રાજકોટ હાર્ડવેર મેન્યુફેકચર્સ એસોસીએશનનાં પ્રમુખ જયેશભાઈ ચાવડા, સેક્રેટરી જયંતિભાઈ સરધારા તથા કારોબારી સભ્ય મનોજભાઈ સાકરીયાએ કલેકટરને રૂબરૂ મળી હાર્ડવેરનાં ધંધા શરૂ કરવા જણાવેલ જે અંતર્ગત કલેકટરે બાંહેધરી પત્રક સ્વીકારીને આવવા-જવાના પાસની કામગીરી તેમજ ફેકટરી ચાલુ કરવાની પરમિશન એસોસીએશનને આપી છે. શહેરમાં હાર્ડવેર મેન્યુફેકચરના ૩૦૦૦થી વધારે કારખાનાઓ આવેલા છે. ત્યારે હાર્ડવેરના સૌ કારખાનેદારોને પાસ-પરમિશન મેળવવા માટે એસોસીએશનની ઓફિસે સવારે ૯ થી ૧ તેમજ બપોરે ૩ થી ૬ સંપર્ક સાધવો. ઓફિસ જયોતિ આર્કેટ, ફલોર નં.૩, સોરઠીયાવાડી ચોક, જીઈબી ઓફિસની સામે રાજકોટ (મો.નં.૯૮૨૫૧ ૭૦૯૮૯) ખાતે કાર્યરત છે. હાર્ડવેર એસોસિએશનનાં પ્રમુખ જયેશભાઈ ચાવડાએ આ અંગે જણાવ્યું હતું કે, અમારા એસોસીએશન સાથે ૫૦૦ જેટલા મેમ્બર સંકળાયેલા છે. અગાઉ કલેકટરે એરીયાવાઈઝ પરમિશન આપેલ પરંતુ તે ધંધાર્થીઓને યેનકેન પ્રકારે અનુકુળ ન આવતા તેમજ જે-તે વિસ્તારમાં કાર્યરત અન્ય એસોસીએશન પાસેથી મંજુરી લેવાનું જણાવાતા મેમ્બર્સને બે જગ્યાએ ફી ભરવી મુશ્કેલ પડતું. આથી હાર્ડવેરના ધંધાર્થીઓના હિતમાં એસોસીએશને કલેકટરને રૂબરૂ મળી એસોસીએશનની ઓફિસ મારફત કારખાનેદારોને પાસ-પરમીશન આપવાનું સુચન કરતા અંતે કલેકટરે મંજુરી આપી છે.*

*રિપોર્ટર. દિલીપ પરમાર.*
*રાજકોટ.*

IMG-20200515-WA0826.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *