*રાજકોટ શહેર મોરબી રોડ બેડી માર્કેટીંગ યાર્ડના કપાસ વિભાગમાં અચાનક લાગી આગ.*
*રાજકોટ શહેર તા.૨૫.૪.૨૦૨૦ ના છેવાડે આવેલા નવા બેડી માર્કેટીંગ યાર્ડના કપાસ વિભાગમાં આજરોજ સવારે એકા એક કપાસના ઢગલામાં આગ લાગતા ફાયર ફાયટરોએ પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. પાણીના મારાના પગલે અને આગના હિસાબે અંદાજે ૮ થી ૧૦ લાખની કિંમતનો ૯.૫૦ મણ જેટલો કપાસનો જથ્થો બળીને ખાખ થઇ ગયો હોવાનું જાણવા મળ્યુ હતું. આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ મોરબી રોડ પર આવેલા બેડી માર્કેટીંગ યાર્ડમાં કપાસના ઢગલામાં આગ લાગતા મોરબી રોડ પરના નડિયાપરા સહિતનો સ્ટાફ ઘટના સ્થળ પર પહોચી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. આગના પગલે અંદાજીત ૮ થી ૧૦ લાખની કિંમતની ૯.૫૦ મણ કપાસના ઢગલા પર વીજતાર પસાર થતા હોય તેમાંથી સ્યાર્ક થતા આગ લાગી હોવાનુ પ્રાથમિક જાણવા મળી રહ્યું છે.*
*રિપોર્ટર. દિલીપ પરમાર.*
*રાજકોટ.*