*રાજકોટ શહેર રાજ્ય સરકારના તમામ શિક્ષણ બોર્ડમાં સમાવિષ્ટ શાળાના વિદ્યાર્થીઓને નવા વર્ષની ફી માફ કરવા કોંગ્રેસની માંગ.*
*રાજકોટ શહેર તા.૯.૫.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અશોક ડાંગરે મિડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, હાલની વર્તમાન પરિસ્થિતિને અનુકુળ રહેવાના બદલે ખાનગી શાળા સંચાલકો દ્વારા ફીના ઉઘરાણા શરૂ કરવામાં આવી રહ્યાં છે. શાળાના માલીકો દ્વારા શિક્ષકો પાસે એડવાન્સમાં પગાર સ્લિપમાં સહી લેવડાવી અને પૂરું વેતન ન ચૂકવતા ખાનગી શાળાના શિક્ષકોમાં પણ રોષ ભભૂકયો છે. ઉપરાંત એડવાન્સથી જ વાલીઓ અને વિદ્યાર્થીઓ પાસેથી નાસ્તા માટેના પણ ૪ હજારથી લઈ ૧૧ હજાર ઉઘરાવવામાં આવી રહ્યાં છે. લોકડાઉનની પરિસ્થિતિ હોય વર્તમાન સમયમાં નાના-મધ્યમ વર્ગના પરિવારોની રોજી-રોટીનો પ્રશ્ર્ન વિકરાટ બન્યો છે. ત્યારે ખાનગી શાળા સંચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવે અને અગાઉ એડવાન્સમાં જે ફી ઉઘરાવી છે. તે બીજા સત્રમાં વળાવી આપવા અમારી માંગ છે.*
*રિપોર્ટર. દિલીપ પરમાર.*
*રાજકોટ.*