Gujarat

રાજકોટ શહેર રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના દ્વારા થેલેસેમિયાગ્રસ્ત દર્દીઓ માટે રક્તદાન કેમ્પ યોજાયો.*

*રાજકોટ શહેર રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના દ્વારા થેલેસેમિયાગ્રસ્ત દર્દીઓ માટે રક્તદાન કેમ્પ યોજાયો.*

*રાજકોટ શહેર તા.૩૦.૪.૨૦૨૦ ના રોજ રાષ્ટ્રીય રાજપુત કરણી સેના દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. થેલેસેમિયા અને કેન્સરગ્રસ્ત દર્દીઓને લોકડાઉનમાં રક્તની અછત તંગી વર્તાય રહી છે. જેથી આવા દર્દીઓને મદદરૂપ થવા આ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. સોશ્યલ ડિસ્ટનસિંગ જાળવીને લોકડાઉનના નિયમોનું પાલન સાથે યોજાયેલા આ રક્તદાન કેમ્પમાં બહોળી સંખ્યામાં રક્તદાતાઓ ઉમટી પડ્યા હતાં. જેથી આ રક્તદાન કેમ્પમાં ૧૭૧ બોટલ રક્ત એકઠું થયું હતું. આ રક્ત રાજકોટ વોલન્ટરી બ્લડ બેન્ક, સૌરાષ્ટ્ર વોલન્ટરી બ્લડ બેન્ક તથા સિવિલ હોસ્પિટલની બ્લડ બેન્કને અર્પણ કરાયું છે. આ રક્તદાન કેમ્પમાં રાજકોટ શહેર પોલીસની ટ્રાફિક બ્રાન્ચના પી.આઈ. સુખવિંદરસિંગ ગડુ અને તાલુકા પોલીસ સ્ટેશનના પી.આઈ.જયભાઈ ધોળા સ્ટાફ સાથે ઉપસ્થિત રહીને રક્તદાતાઓને પ્રોત્સાહિત કર્યા હતા. આ રક્તદાન કેમ્પને સફળ બનાવવા રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના રાજકોટ શહેર-જિલ્લાના હોદેદારો અને મહિલા વિંગના હોદેદારોએ જહેમત ઉઠાવી હતી. આ પહેલા પણ રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના દ્વારા દાતાઓના સહયોગથી લોકડાઉનના આ કપરા સમયમાં જરૂરીયાતમંદ ૨૩૫૫ લોકોને રાશનકીટનું વિતરણ કલેકટર રેમ્યા મોહન તથા S.D.M. ચરણસિંહ ગોહિલના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. ઉપરાંત જ્યારથી લોકડાઉન થયું છે. ત્યારથી રોજ નિયમિત રીતે રાત્રીના પોલીસ, હોસ્પિટલ સફાઈ કર્મી સ્ટાફ અને પરપ્રાંતીય મજદૂરોને ચા, મિનરલ વોટર, નાસ્તાની સેવા આપવામાં આવે છે. તથા અબોલ જીવને પણ ભોજન આપવામા આવે છે.*

*રિપોર્ટર. દિલીપ પરમાર.*
*રાજકોટ.*

IMG-20200501-WA0007.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *