*રાજકોટ શહેર લોકડાઉન દરમિયાન ડિટેઇન કરાયેલા વાહનો આવતીકાલ થી છોડાવી શકાશે.*
*રાજકોટ શહેર તા.૯.૪.૨૦૨૦ ના લોકડાઉન દરમિયાન સાચા ખોટા કારણોસર શહેરમાં ભ્રમણ કરવા નીકળેલા લોકોના વાહનો પોલીસ દ્વારા ડિઝાઇન કરવામાં આવેલ છે. તેને આવતીકાલથી છોડવાની શરૂઆત કરવામાં આવશે. આ માટે વાહન ધારકોએ R.T.O. સુધી દંડ ભરવા માટે જવું પડશે નહીં બલ્કે,જે પોલીસ ચોકી દ્વારા વાહન ડિટેઇન કરવામાં આવેલ છે. ત્યાં જ પોલીસ સમક્ષ દંડ ભરીને પોતાનું વાહન છોડાવી લેવાનું રહેશે. રાજ્યના બંદર અને વાહન વ્યવહાર ખાતાએ બહાર પાડેલા પરિપત્રમાં જણાવાયું હતું કે, R.T.O. નો ઘણો ખરો સ્ટાફ પોલીસ હવાલે કરવામાં આવેલ છે. અને R.T.O. કચેરી લગભગ બંધ હાલતમાં છે. ત્યારે જે વાહન ચાલકોને વાહન ડિટેઇન કરીને R.T.O. નો મેમો આપવામાં આવેલ છે. તેમણે પણ R.T.O. સુધી જવાને બદલે જે તે પોલીસ ચોકીમાં દંડ ભરી દેવાનો રહેશે. અને પોતાનું વાહન છોડાવી લેવાનું રહેશે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતભરમાં હજારોની સંખ્યામાં આવા વાહનો ડિટેઇન કરવામાં આવેલ છે. માત્ર રાજકોટ શહેરમાં જ લોકડાઉનના ભંગ બદલ લગભગ ૭૦૦ જેટલા વાહન ડિટેઇન કરવામાં આવેલ છે.*
*રિપોર્ટર. દિલીપ પરમાર.*
*રાજકોટ.*