Gujarat

રાજકોટ શહેર સોમાના પ્રમુખ સમીરભાઇ શાહે મુખ્યમંત્રીને પત્ર લખી જણાવ્યુ કે હવે જો એક દિવસનું પણ લોકડાઉન લંબાવવામાં આવશે તો લોકોના માનસ પર તેની વિપરીત અસર પડશે

*રાજકોટ શહેર સોમાના પ્રમુખ સમીરભાઇ શાહે મુખ્યમંત્રીને પત્ર લખી જણાવ્યુ કે હવે જો એક દિવસનું પણ લોકડાઉન લંબાવવામાં આવશે તો લોકોના માનસ પર તેની વિપરીત અસર પડશે.*

*રાજકોટ શહેર તા.૧૫.૫.૨૦૨૦ ના રોજ સોમના પ્રમુખ સમીરભાઇ શાહે રાજયના મુખ્યમંત્રીને પત્ર પાઠવી જણાવ્યું છે કે કોરોનાના મહામારીનો પ્રસાર રોકવા માટે ભારત સરકારે રર માર્ચ, ૨૦૨૦ ના રોજ સમગ્ર દેશમાં લોકડાઉન લાગુ કર્યુ. આ સમયે તમામ પ્રજાજનો સ્થિતિ ગંભીરતા સમજી શકયા હતા. અને આ નિર્ણય પ્રજાના આરોગ્યની સુખાકારી માટે હતો. તેમ માની શકયા હતા. પરંતુ આ લોકડાઉનની આડ અસર કેવડું મોટું આર્થિક સંકટ લાવશે તે કોઇએ વિચાર્યુ ન હતું. હવે આ લોકડાઉન જયારે બે વખત લંબાયું છે. ત્યારે આ આર્થિક સમસ્યા ખુબ વિકરાળ બની ગઇ છે. અને નાના મોટા તમામને દઝાડવા લાગી છે. હવે જો એક દિવસનું પણ લોકડાઉન લંબાવવામાં આવશે તો લોકોના માનસ પર તેની વિપરીત અસર પડશે. અને એવી લગાણી ઉદભવશે કે આ લોકડાઉન તેમના હિત માટે નહીં પણ તેમને પરેશાન કરવા માટે લંબાવવામાં આવે છે.*

*રિપોર્ટર. દિલીપ પરમાર.*
*રાજકોટ.*

IMG-20200515-WA0608.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *