Gujarat

રાજકોટ શહેર સ્વરાજ ફાઉન્ડેશન સંચાલિત રાઇઝિંગ ઇન્ડિયા પરિવાર દ્વારા સિવિલ હોસ્પિટલના કોરોના વિભાગમાં સેનેટાઈઝર ગેટ વિનામૂલ્યે બનાવી આપ્યો.*

*રાજકોટ શહેર સ્વરાજ ફાઉન્ડેશન સંચાલિત રાઇઝિંગ ઇન્ડિયા પરિવાર દ્વારા સિવિલ હોસ્પિટલના કોરોના વિભાગમાં સેનેટાઈઝર ગેટ વિનામૂલ્યે બનાવી આપ્યો.*

*રાજકોટ શહેર તા.૬.૪.૨૦૨૦ ના રોજ સ્વરાજ ફાઉન્ડેશન સંચાલિત રાઇઝિંગ ઇન્ડિયા પરિવાર દ્વારા સિવિલ હોસ્પિટલના કોરોના વિભાગમાં સેનેટાઈઝર ગેટ વિનામૂલ્યે બનાવી કોરોના વિભાગમાં સતત દિવસ-રાત સેવા આપતા ડોક્ટરો. નર્સિંગ સ્ટાફ. સફાઈ કર્મચારી તેમજ સિક્યોરિટી અને ત્યાં અવર જવર કરતા કોઈને કોઈપણ રીતે કોરોના ન ફેલાય તે માટે સેનીટાઈઝર ગેટ વિનામૂલ્યે આપેલ. આ સેનીટાઈઝર ગેટ માં કોઈપણ વ્યક્તિ પેડલ દબાવી અંદર આવી ૬ સેકંડ રહી અંદર ફરી પોતાના આખા શરીરમાં ક્યાંય પણ વાયરસના કોઈ અંશ હોય તો તેનો નાશ કરી શકે. આ ગેટ ઓટોમેટિક છે જેથી સેનિટાઇઝિંગ દવાનો બગાડ થતો નથી. અને ૧ લિટર સેનેટાઈઝર થી ૩૫ લોકો સેનેટાઇઝ થાય છે. આ ગેટ ઓછા ખર્ચમાં ઘણા લોકોની જાનહાની અટકાવી શકે છે. રાઇઝીંગ ઇન્ડિયા પરિવારના શ્રી.હર્ષિલભાઈ શાહ. રાજભાઈ શાહ. રાજેનભાઈ ચુડાસમા અને અન્ય મિત્રો સાથે આ સેનીટાઈઝર ગેટ વિનામૂલ્યે બનાવી સિવિલમાં આપવાનું નક્કી કરેલ. આ કામમાં સિવિલના સિવિલ સર્જનશ્રી ડો.મનીષ મહેતા. ડો.કમલભાઈ ગોસ્વામી. ચૌહાણભાઇ. સંજયભાઈ ગોસ્વામી. અને સિવિલના સ્ટાફ નો ખૂબ જ સાથ સહકાર મળેલ છે. આ સમયે સંસ્થાને સતત પ્રેરણા આપતા ધારાસભ્ય શ્રી.ગોવિંદભાઇ પટેલ. લાખાભાઇ સાગઠીયા. ભાજપ જિલ્લા પ્રમુખ શ્રી.ડી.કે. સખીયા હાજર રહ્યા હતા.*

*રિપોર્ટર. દિલીપ પરમાર.*
*રાજકોટ.*

IMG-20200406-WA0509-0.jpg IMG-20200406-WA0512-1.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *