*રાજકોટ શહેર હોટ સ્પોટ જાહેર કરાયેલા જંગલેશ્વર વિસ્તારમાં જતા અંદાજે ૨૦ થી ૩૦ કર્મચારીઓનું એક વખત પણ હેલ્થ ચેકઅપ કરાયું નથી.*
*રાજકોટ શહેર તા.૧.૫.૨૦૨૦ ના રોજ કોરોનાનાં પગલે લોકડાઉનનો કડક અમલ કરાવવામાં આવી રહ્યો છે. લોકોને કામ વગર બહાર ન નીકળવાની કડક સુચના હોય લોકો પોતાનાં ઘરે જ સમય પસાર કરે છે. માટે વીજળીની સપ્લાય ઉપર વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. ઘરે બેઠા લોકો વિજળી વગર અકળાઈ ઉઠતા હોય. P.G.V.C.L દ્વારા તમામ લોકોને સાતત્યપૂર્ણ વીજ પુરવઠો પુરો પાડવાનો માસ્ટર પ્લાન તો ઘડી કાઢવામાં આવ્યો હતો. પરંતુ આ સાતત્યપૂર્ણ વિજ પુરવઠો પુરો પાડવા માટે જે સ્ટાફ દિવસ-રાત તનતોડ મહેનત કરે છે. તેઓની સુરક્ષા માટે કોઈપણ પ્રકારની કાળજી રાખવામાં આવી નથી. હાલ શહેરમાં વિજ વિક્ષેપ ન પડે તે માટે વીજ કર્મચારીઓ સતત ફિલ્ડમાં રહે છે. પરંતુ ફિલ્ડમાં રહેતા આ કર્મચારીઓ માટે P.G.V.C.L નાં મેનેજમેન્ટ દ્વારા એકપણ વખત હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરાવવામાં આવ્યું નથી. અધુરામાં પૂરું કોરોનાનો જયાં વિસ્ફોટ થયો છે. તેવા હોટસ્પોટ જાહેર કરાયેલા જંગલેશ્ર્વર વિસ્તારમાં પણ ૨૦ થી ૩૦ કર્મચારીઓ રીપેરીંગ અર્થે જઈ રહ્યા છે. આ તમામ કર્મચારીઓનું એક પણ વખત P.G.V.C.L દ્વારા હેલ્થ ચેકઅપ કરવામાં આવ્યું નથી.*
*રિપોર્ટર. દિલીપ પરમાર.*
*રાજકોટ.*