*રાજકોટ શહેર ૭૦૦૦થી વધુ શ્રમિકોને રહેવા-જમવાની વ્યવસ્થા કરી આપતું બિલ્ડર એસોસિએશન.*
*રાજકોટ શહેર તા.૧૧.૪.૨૦૨૦ ના રોજ બિલ્ડર એસો.ના પરેશભાઇ ગજેરાએ માહિતી ખાતાની ટીમની મુલાકાતમાં વધુ વિગતો આપતાં જણાવ્યું હતું કે, શ્રમિકોને તેમની બાંધકામ સાઇટ ઉપર ભોજન બનાવવું હોય. તો ૧૬૦૦૦ જેટલી રાશન કીટ તૈયાર કરી જેમાં દાળ, ચોખા, તેલ, બટેટા, ધઉં વગેરે ચીજવસ્તુ સાથે વિતરણ કરાઇ રહયું છે. અને સમયાંતરે બીજી વાર કે જરૂરીયાત મુજબ તેઓને આપવામાં આવી રહી છે. સાથે સાથે તેઓના આરોગ્ય માટે દવા વિગેરેની જરૂરીયાતને ધ્યાને રાખી બિલ્ડર એસોના સભ્યોએ વ્યવસ્થા ગોઠવી છે. રાજકોટ શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ અને મ્યુનિ. કમિશ્નર ઉદીત અગ્રવાલે બિલ્ડર એસો.ની રાશન કીટની કામગીરી નિહાળી વિતરણ વ્યવસ્થા તેમજ શ્રમિકો માટે બિલ્ડર એસો.એ રહેવા, જમવા અને અન્ય વ્યવસ્થાની વિગતો મેળવી સંતોષ વ્યકત કર્યો હતો. રાજકોટ શહેર મ્યુનિ. કોર્પોની હદમાં ખાનગી મકાનો અને બિલ્ડીંગ વ્યવસાય સાથે સંકળાયેલાં હોય તેવી કુલ ૩૧૦ જેટલી સાઇટ ઉપર આશરે ૪૦૦૦ તેમજ રૂડા વિસ્તારમાં ચાલતાં પ્રોજેકટોના ૩૦૦૦ મળી કુલ.૭૦૦૦ હજાર જેટલા શ્રમિકોને રહેવા અને જમવાની વ્યવસ્થા ખાનગી મકાનોના બાંધકામના માલિકો અને બિલ્ડરોએ કરી આપી છે. લોકડાઉનના સમય દરમિયાન કોઇ મુશ્કેલી શ્રમિકોને નહી પડે તેવી એસો.ના સભ્યોએ ધરપત આપતાં શ્રમિકો રોકાઇ ગયા છે.*
*રિપોર્ટર. દિલીપ પરમાર.*
*રાજકોટ.*