રાજ્યમાં જ્યાં એક તરફ કોરોના વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે ત્યારે બીજી તરફ સ્પાઇન ફલૂનો રિપોર્ટ પોઝિટવ આવતાં હાહાકાર મચી ગયો છે. આજરોજ સુરત બે રિપોર્ટ પોઝિટિવ આવ્યાં જ્યારે રાજકોટમાં સ્વાઇન ફલૂના કારણે એક મહિલાનું મોત નિપજ્યું હોવાનું સામે આવતા તંત્ર એલર્ટ થઇ ગયું છે.
- કોરોનાના કહેર વચ્ચે સુરતમાં સ્વાઈન ફ્લૂના કેસ સામે આવ્યા
- અડાજણ અને માહિધરપુરાના બે વ્યક્તિનો રિપોર્ટ પોઝિટિવ
- રાજકોટમાં સ્વાઇન ફલૂના કારણે એક દર્દીનું મોત
કોરોનાના કહેર વચ્ચે સુરતમાં સ્વાઈન ફ્લૂના કેસ સામે આવ્યા
રાજ્યભરમાં કોરોના વાયરસના કારણે હાહાકાર મચી રહ્યો છે. સુરત મહાનગર પાલિકા તંત્ર કોરોનામાં વ્યસ્તતા વચ્ચે સ્વાઈન ફ્લૂનો પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે. શહેરમાં બે દર્દીઓનો સ્વાઈન ફ્લૂના પોઝિટિવ રિપોર્ટ આવ્યા છે.
Source: VTV News Gujarati (For Development Purpose)