કોરોના વાયરસના કારણે દેશભરમાં લોકડાઉનની સ્થિતિ છે. તેવામાં સામાન્ય લોકોના ધંધા રોજગાર પણ બંધ છે. આવા સમયે આરબીઆઈએ મોટી રાહત સામાન્ય વર્ગને આપી છે. રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંત દાસએ પત્રકાર પરિષદ સંબોધી જણાવ્યું હતું કે કોરોના સામે લડવા માટે રણનીતિ બનાવવામાં આવી છે. તેમણે નવો રેપો રેટ 4.4 કરવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું. આ સાથે જ રેપો રેટમાં 75 બેઝીક પોઈંટનો ઘટાડો અને રિવર્સ રેપો રેટમાં 90 બેઝીક પોઈંટ ઘટાડો કરાયો છે. એટલે કે રીઝર્વ બેંકે રેપો રેટમાં 0.75 બેઝીક પોઈન્ટનો ઘટાડો કર્યો છે. આ ઘટાડાના કારણે લોકોની ઈએમઆઈ પણ ઘટી જશે.
