લોકડાઉન દરમિયાન અંજાર શહેરમાં બિનજરૂરી નીકળતા 90થી વધુ બાઈક તેમજ ફોર વ્હિલર પોલીસ દ્વારા ડિટેઇન કરવામાં આવી છે.
પૂર્વ કચ્છના એસ.પી. પરીક્ષા રાઠોડના માર્ગદર્શન મુજબ અંજાર ડી.વાય.એસ.પી. ઘનજય વાઘેલા સાથે અંજાર પી.આઈ સોલંકી અને તેની ટીમ દ્વારા શહેર વિસ્તારમાં બિન જરૂરી નિયમનો ભંગ કરી બાઇક પર લટાર મારવા નીકળતા 90થી વઘુ મોટર સાઈકલ સાથે ફોર વ્હીલર ડીટેઈન કરી કડક કાયૅવાહી હાથ ધરવામાં આવી છે.
23/3/20 થી 04/04/2020 સુઘીમા જાહેર નામાનો ભંગ બદલ ડ્રોનની મદદથી 12 આરોપીની અટકાયત કરવામાં આવી છે તો 150 વાહન ડીટેઈન કરવામાં આવ્યા છે સાથે 103 એન.સી. કેસ, 198 એન.સી. કેસમાં દંડની રકમ વસુલવામાં આવી છે