*વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરી રહ્યા છે.*
*તા.૨૭.૪.૨૦૨૦ ના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરી રહ્યા છે. કોરોના મહામારી પર મુખ્યમંત્રીઓ સાથે વડાપ્રધાનની આ ચોથી પ્રેસ કોન્ફરન્સ થઈ છે. મળતી જાણકારી મુજબ, વડાપ્રધાન મોદીની સાથે મીટિંગમાં મોટાભાગના રાજ્ય ૩મે બાદ ચરણબદ્ધ રીતે લૉકડાઉન હટાવવાના પક્ષમાં છે. માત્ર મેઘાલય અને હિમાચલ પ્રદેશે લૉકડાઉનને લંબાવવા પર ભાર મૂક્યો છે. બીજી તરફ, પુડુચેરીના મુખ્યમંત્રી વી. નારાયણસ્વામીએ કેન્દ્ર પાસે આર્થિક રાહત પેકેજની માંગ કરી છે. બેઠકમાં વડાપ્રધાન મોદીએ અન્ય રાજ્યના મુખ્યમંત્રીઓને કહ્યું કે, આપણા સામૂહિક પ્રયત્નોની અસર દેખાય છે. દેશને લોકડાઉનથી લાભ થયો છેે. મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી સાથે પણ ચર્ચા વિચારણા કરી હતી. રાજ્યના આર્થિક પુનર્જીવન માટે પ્રધાનોની એક સમિતિ અને નિષ્ણાતોની સમિતિની રચના કરવામાં આવી છે. ઉત્તરાખંડના મુખ્યમંત્રીએ સૂચન કર્યું છે કે મનરેગા વેતન રોજગારનો સમયગાળો હાલના ૧૦૦ દિવસથી વધારીને ૧૫૦ દિવસ કરવામાં આવે છે.*
*રિપોર્ટર. દિલીપ પરમાર.*
*રાજકોટ.*