શેઠવડાળા પોલીસ દ્વારા વગર કારણે બહાર નીકળતા નાગરિકોને જાહેર અપીલ
શેઠ વડાળા તથા ગામડાઓમાં મુખ્ય માર્ગો તેમજ શેરી ગલીઓમાં લોકો એકત્રિત થઈ જાહેરનામાનો ભંગ કરવા ઉપરાંત લોકડાઉન ને પણ સરેઆમ નિષ્ફળ બનાવી રહ્યા છે લોકો એકબીજાના સંપર્કમાં ન આવે અને તેના કારણે વાયરસનો ચેપ ફેલાતો અટકે તે માટે લોક ડાઉન રાખવામાં આવ્યું છે પરંતુ વહીવટી તંત્ર અને પોલીસ તંત્રની તમામ સૂચનાઓ ને ઘોડીને એ જતા નાગરિકોના હાથે કરીને તંત્ર વાહકોને કડક પગલા ભરવા માટે મજબૂર કરી રહ્યા છે દુનિયા દુનિયાભરમાં કોરોનાવાયરસ ભયંકર બાબતે હાહાકાર મચી જવા પામ્યો છે ત્યારે ભારતભરમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર ભાઈ મોદી સાવચેતીના સ્વરૂપે પ્રજાની હિત માટે લોકડાઉન કરવામાં આવેલ છે આ ઉપરાંત જામનગર જિલ્લાના તાલુકા જામજોધપુર તાલુકા શેઠ વડાળા ની પ્રજાની સેવા માટે લોક ડાઉન નો અમલ કરાવતા પોલીસ તંત્ર ખડે પગે રહી ના રાત ના દિવસ જોયા વગર 24 કલાક પ્રજાની સેવામાં તત્પર છે ત્યારે પોલીસ તંત્ર એટલે પ્રજાના રક્ષક નાછૂટકે પોલીસ કર્મી આવા ભયંકર વાઈરસ થી પ્રજાને બચાવવા દંડો પછાડીને પણ સલામતી માટે અપીલ કરે છે અને સતત પેટ્રોલિંગ કરીને શેઠ વડાળા તથા ગામડા ની પ્રજાની સેવા આપતા એવા પોલીસ ઇન્સ્પેક્ટર એ , ડી , વાળા સાહેબ તથા શેઠ વડારા પોલીસ સ્ટાફ દ્વારા સતત પેટ્રોલિંગમાં છે
રિપોર્ટ વિજય બગડા જામજોધપુર