Gujarat

સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા શહેરમાં સતવારા સમાજના નાનુ રામા મંડળ દ્વારા 300 ગરીબ લોકોને જમાડવામાં આવ્યા

સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા શહેરમાં સતવારા સમાજના નાનુ રામા મંડળ દ્વારા 300 ગરીબ લોકોને જમાડવામાં આવ્યા

– આજે સમગ્ર દેશ અને દુનિયામાં કોરોના વાયરસ ને લઈને ભયભીત થઈ કેન્દ્ર સરકારે આ કોરોના વાઇરસ ના સંક્રમણ માં લોકો આવી ન જાય તે માટે સમગ્ર ભારત માં લોક ડાઉન અમલ કરેલ છે ત્યારે ઘરોમાં ભરાઈ રહેવા મજબૂર છે. તેવામાં રોજે રોજ લાવીને તેમનું પેટીયુ રળતા આ શ્રમજીવીઓ ને સરકારની કોઈ પણ મદદ ઝુંપડુ બાંધી રહેતા લોકો સુધી પહોચવી મુશ્કેલ છે.

તેવા માં ચુડા શહેરનું એક મંડળ લોકોની વ્હારે આવ્યું છે ત્યારે ચુડા શહેરના સતવારા સમાજના નાનુ રામા મંડળ થી જાણીતું તેના દ્વારા શાક, રોટલી, સલાડ, ખીચડી, કઢી નુ જમવાનું બનાવીને કોઈપણ નાત જાતના ભેદભાવ વગર ગરીબ વિસ્તારોના ઘરે-ઘરે જઈને જમવાનું પહોંચાડી માનવ સેવાના કામમાં નાનુ રામા મંડળ ગ્રુપ દ્વારા ખડે પગે ઊભુ રહ્યું હતું. તેમજ માનવ સેવાનું ઉદાહરણ પુરૂ પાડ્યું હતું.

રિપોર્ટર
દિપકસિંહ વાઘેલા
લીંબડી

IMG-20200406-WA0387.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *