Gujarat

સુરેન્દ્રનગર શહેરમાં નવા 80 ફૂટ પર ઉમૈયા ટાઉનશીપ નજીક રહેતાં ગીરધરભાઈ ચોહાણ જાતે મોચી સમાજના પુત્રએ દૂધરેજ નર્મદા કેનાલમાં ઝંપલાવી મોતને વહાલું કરતાં

સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર શહેરમાં નવા 80 ફૂટ પર ઉમૈયા ટાઉનશીપ નજીક રહેતાં ગીરધરભાઈ ચોહાણ જાતે મોચી સમાજના પુત્રએ દૂધરેજ નર્મદા કેનાલમાં ઝંપલાવી મોતને વહાલું કરતાં સમાજમાં ભારે અરેરાટી મચી હતી સુરેન્દ્રનગર શહેરમાં નવા 80 ફૂટ રોડ પર ઉમૈયા ટાઉનશીપ ની બાજુમાં ગીરધરભાઈ ચોહાણ ના પુત્ર પરેશભાઈ ચોહાણ ઉંમર 32 વર્ષ ના યુવાન સાઈકલ રીપેરીંગ અને ન્યુઝ પેપર વિતરણ કરવાનો વ્યવસાય કરતો હતો ત્યારે આજે બપોરના સમયે અગમ્યસય કારણો સર ઘરેથી કોઈને કીધા વગર પોતાની સાઈકલ લઈ દૂધરેજ નર્મદા કેનાલમાં કુદી આપઘાત કરી જીવનનો અંત કર્યો હતો ત્યારે આ મોચી સમાજના યુવાન કેનાલમાં ડુબી જવાના સમાચાર વાયુ વેગે ફેલાતા સુરેન્દ્રનગર શહેરમાં ફાઈર બ્રિગેડ ના ઈન્ચાર્જ આર.કે ઝાલા સાહેબને એક યુવાન નર્મદા કેનાલમાં પડયો છે તેની જાણ થતાં સુરેન્દ્રનગર ફાઈર ફાઈટરની ટીમ તરવૈયાઓ સાથે તુરંત દૂધરેજ નર્મદા કેનાલે ઘટના સ્થળે પહોંચી ફાઈર ફાઈટરની ટીમ જેમાં જયંતિભાઈ, જયભાઈ રાવલ, રાજભા, દીગુભા, શક્તિસિંહ, વિજયસિંહ અને લાલભાઈ સહિત તરવૈયાઓની મદદથી કેનાલમાં ડુબેલા યુવાન ને બહાર કાઢી તપાસતા આ યુવાને મોત નીપજ્યું હોવાનું ખબર પડી હતી અને આ મોચી સમાજના પરેશભાઈ ચોહાણ ના પરિવારજનોને જાણ કરી પી એમ અર્થે આ યુવાની લાશ ને શહેરની ગાંધી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી હતી

યજ્ઞેશ ગોસ્વામી
સુરેન્દ્રનગર

IMG-20200401-WA0400.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *