Gujarat

સોશીયલ મીડીયામા મિત્રતા બાંધી હની ટ્રેપ ગોઠવી પૈસા પડાવતી ગેંગને છટકુ ગોઠવી આંતરજીલ્લામા ગુન્હા કરતી મહીલાઓ સહીત કુલ ૧૧ આરોપીઓની ટોળકીને પકડી પાડતી સાબરકાંઠા જીલ્લાની ઇડર પોલીસ

પ્રેસ નોટ
સોશીયલ મીડીયામા મિત્રતા બાંધી હની ટ્રેપ ગોઠવી પૈસા પડાવતી ગેંગને છટકુ ગોઠવી આંતરજીલ્લામા ગુન્હા કરતી મહીલાઓ સહીત કુલ ૧૧ આરોપીઓની ટોળકીને પકડી પાડતી સાબરકાંઠા જીલ્લાની ઇડર પોલીસ
ગઇકાલે તા. ૧૮/૩/૨૦૨૦ ના રોજ રાત્રીના સાડા દસ વાગે ફીચોડ ગામ ના     પટેલ નાઓ એ ઇડર પો.સ્ટે. આવી ફરીયાદ આપેલ કે ગઇ તા. ૧૨/૩/૨૦૨૦ ના રોજ તેમના ફેસબુક એકાઉન્ટ પર કોઇ રીંકુ પટેલ નામના યુઝર આઇડી પર થી કોઇ યુવતી એ ફરીયાદી ને રીક્વેસ્ટ મોકલી અને પોતે ભાણપુર ગામની ગૃહીણી  હોવાની પોતાની ઓળખ આપી મીત્રતા કરી વીડીયો કોલ કરી વિસ્વાસમા લઈ ખેડબ્રહ્મા અંબાજી મંદીરે મળવાની વાત કરેલ જેથી ફરીયાદી રીંકુ નામની આ યુવતીને બીજે દીવસે ૧૩/૦૩/૨૦૨૦ ના બપોરે વિજયનગર ત્રણ રસ્તા પાસે મળવા ગયેલ જ્યા વીડીયો કોલ મા જે યુવતી પોતે રીંકુ પટેલ હતી તે અને તેની સાથે બીજી એક યુવતી ફરીયાદીને મળેલ અને ફરીયાદી ની ગાડીમા બેસી ને વેરાબરકાંકલેસ્વર મહાદેવ રોડ તરફ ગાડી લઇ ગયેલ અને રોડ પર ગાડી ઉભી રાખી એકાદ કલાક જેટલી વાતચીત કરેલ બાદ મા વિજય નગર ત્રણ રસ્તા આ બંને યુવતી ઉતરી ગયેલ અને ફરીયાદી પોતાની ગાડી લઈ પોતાના ઘરે જતો રહેલ અને સાંજે સાતેક વાગે ફરીયાદીના ભાઇ પર કોઇ ખેમરાજ ગઢવી નામના વકીલે ફોન કરી જણાવેલ કે તમારા ભાઇ પર બળાત્કારની ફરીયાદ લઈને મારી પાસે એક રાજુભાઇ વકીલ દાંતા વાળા તથા એક મહીલા પત્રકાર આવેલ છે તો તમે વડાલી આવો. તેવી વાત કરતા ફરીયાદીના ભાઇએ ઉપરોક્ત ફોન ની જાણ ફરીયાદીને તેમજ ફરીયાદીના પિતાને કરતા ફરીયાદીના પિતા શ્રી વડાલી ખાતે રાજુ વકીલ દાંતાવાળાને મળવા ગયેલ જ્યા તેઓને આ રાજુ વકીલ સાથે રહેલ  એક ઇસમે પોતે ક્રાઇમ બ્રાંચ અમદાવાદ નો અધીકારી હોવાની ઓળખ આપેલ અને એક મહીલા એ પોતે પ્રેસ રીપોર્ટર હોવાની ઓળખ આપેલ અને એક રીંકુ નામની યુવતી, તેનો પતિ તથા તેની માતા અને તેની બહેન પણી હોય અને તેઓ બધા ફરીયાદી પર બળાત્કારની ફરીયાદ કરવાના છે તેવી હકીકત જણાવી ફરીયાદીના પિતાને ગભરાવી આરોપના ભયમા મુકી તેઓની પાસે રહેલ રૂ.૫૦,૦૦૦/- જે તે વખતે જ કઢાવી લીધેલ અને બીજા સમાધાન કરવાના દસ લાખ રૂપીયાની માંગણી કરેલ અને બે ચાર દીવસ મા દસ લાખ રૂપીયાની વ્યવસ્થા કરી આપવા ધમકીઓ આપેલ અને બાદ મા પણ ફરીયાદી અને તેના પિતા ને આ ઉપરોક્ત રાજુ વકીલે વારંવાર ફોન કરી પૈસાની માંગણી કરતો હોય અને તા. ૧૯/૩/૨૦૨૦ ના રોજ (આજરોજ)  આઠ વાગે ગમે ત્યાથી દસ લાખ રૂપીયા  લઈને આવવાની વાત કરતા ફરીયાદી તથા તેના પિતા થી દસ લાખ ની સગવડ ન થતા તેઓ એ ઇડર પોલીસ સ્ટેશન મા ફરીયાદ આપેલ જે ફરીયાદ અનુસંધાને સાબરકાંઠા જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી ચૈતન્ય મંડલીક સાહેબનાઓની સુચના આધારે તેમજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી ડી.એમ. ચૌહાણ સાહેબનાઓના માર્ગદર્શન મુજબ ઇડર પોલીસ ઇંસ્પેકટર પી.એલ.વાઘેલા નાઓએ તેમના પોલીસ સ્ટેશન ના પોલીસ કર્મચારીઓની જુદી જુદી ટીમો બનાવી વિજય નગર ત્રણ રસ્તા નજીક છટકુ ગોઠવી ફરીયાદી તથા સાહેદો તથા પંચો ને સાથે રાખી ઉપરોક્ત ગુન્હાના ત્રણ મુખ્ય આરોપીઓને દસ લાખ રૂપીયા લેવા આવતા રંગે હાથે પકડી પાડેલ અને ઉપરોક્ત મહીલા સહીતના ત્રણેય આરોપીઓની પ્રાથમીક પુછપરછમા તેઓ કોઇ ક્રાઇમ બ્રાંચ ના અધી. કે મહીલા પત્રકાર કે વકીલ નથી. અને તેઓની સાથે ના અન્ય પાંચ આરોપીઓ ભીલોડા ત્રણ રસ્તા પાસે બીજી ગાડી લઈ ઉભા રહેલ હોય તેઓને પણ પોલીસે પકડી પાડી પ્રાથમીક પુછપરછ કરતા
(૧) ગેંગનો મુખ્ય સુત્રધાર રાકેશ કોદરભાઇ પટેલ રહે. જાંબુડી તા. હીમતનગર હાલ રહે. નરોડા જૈન દેરાસરની બાજુમા લેવા પટેલ વાસ અમદાવાદ નાનો કે જે વકીલ હોવાની ખોટી ઓળખ આપેલ જે ફેસબુક નો ઉપયોગ જાતે જ કરતો અને છોકરીઓને પૈસાની લાલચ આપી આવા કામ કરાવતો
(૨) અંજના ઉર્ફે સંગીતા ઉર્ફે કીસ્મત કોદરસિહ ચંપાવત રહે. રુદડી તા. ઇડર હાલ રહે. નરોડા જૈન દેરાસરની બાજુમા લેવા પટેલ વાસ અમદાવાદ કે જે પોતાની ખોટી ઓળખ મહીલા પત્રકાર કે મહીલા કાર્યકર તરીકેની આપતી અને રાકેશની સાથે જ આ કામ મા મદદ કરતી
(૩) શૈલેશ કુમાર સુરેશભાઇ પટેલ રહે. નવા તા. હીમતનગર કે જે પોતાની ક્રાઇમ બ્રાંચના અધિકારી તરીકેની ખોટી ઓળખ આપી લોકોને પોલીસના ભયમા મુકતો
(૪) ભારતીબેન ઉર્ફે રીંકુ સુરેંન્દ્ર સિહ ચૌહાણ રહે. નરોડા અમદાવાદ કે જે  રાકેશ પટેલ તથા અંજનાના કહેવા મુજબ લોકોને મળવા જઇ ફસાવાનુ  કામ કરતી હતી
(૫) યતીન્દ્ર સિહ ભાનુપ્રતાપસિહ ભાટી રહે. નરોડા અમદાવાદ જે ભારતીના પતિ તરીકે ની ખોટી ઓળખ આપી લોકોને કેસ મા ફસાવી દેવાની ધમકીઓ આપતો
(૬) મેરૂનીશા રફીકભાઇ શેખ રહે. હીમતનગર આર.ટી.ઓ. કે જે ભારતીની માતા હોવાની ખોટી ઓળખ આપી બળાત્કારનો કેસ કરવાની ધમકીઓ આપવામા મદદ કરતી.
(૭) કાજલ ઇંદુભાઇ પ્રજાપતી રહે. ભાણપુર તા. ઇડર જે ભારતી સાથે રહી રાકેશ પટેલ અને અંજના ના કહેવા પ્રમાણે લોકોને ફસાવાનુ કામ કરતી
(૮) પટેલ ગીરીશભાઇ ઇશ્વરભાઇ રહે. રતનપુર તા. ઇડર કે જે રાકેશ અને અંજનાની સાથે રહી હની ટ્રેપમા અલગ અલગ પાત્ર બનીને લોકોને ખોટી ઓળખ આપી કામ કરતો.
(૯) ધર્મીષ્ઠાબેન ચંપકલાલ રાણા રહે. અમદાવાદ નરોડા કે જે યુવતીની માતા તરીકે રોલ કરતા અને ટોળકીને મદદ કરતા.
(૧૦) અંકીતાબેન પ્રકાશભાઇ રાણા રહે. નરોડા અમદાવાદ કે જે રાકેશ અને અંજનાના કહેવા મુજબ લોકોને મળવા માટે  જતી હતી.
(૧૧) જ્યોતીકાબેન રમણલાલ ભટ્ટ રહે. ગાંધીનગર કે જે રાકેશ અને અંજનાના કહેવા મુજબ કોઇ યુવતીના માતા કે સાસુ તરીકે નો રોલ ભજવી ટોળકી ને મદદ કરતા.
મુદ્દામાલ રીકવર : રૂ. ૫૦,૦૦૦ તથા બે કાર તથા એક મો.સા. પ્રેસ રીપોર્ટર હોવાનુ ખોટુ ઓળખ કાર્ડ, મોબાઇલ ફોન ૮
આ રાકેશ અને અંજનાની સઘન પુછપરછ કરતા તેઓએ આ ગુના સિવાય પણ સાબરકાંઠા જીલા વિવિધ સ્થળો એ તેમજ સુરત, પાટણ, મોડાસા, વડોદરા, અમદાવાદ, ગાંધીનગર, વિગેરે જીલ્લાઓમા સારા સારા પ્રતિષ્ઠીત વ્યકતીઓને આમ હની ટ્રેપ મા ફસાવી કરોડો રૂપીયા પડાવી પાડ્યા  હોવાની કબુલાત કરેલ છે. ઉપરોક્ત તમામ આરોપીઓ ને અટક કરી આગળ ની તપાસ હાથ ધરવામા આવેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *