Gujarat

હાલ રાજ્યમાં અતિ ભારે વરસાદ ને કારણે લીલા દુકાળ જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે .

હાલ રાજ્યમાં અતિ ભારે વરસાદ ને કારણે લીલા દુકાળ જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે . જ્યાં સામાન્ય નાગરિકો ત્રાસી ગયા હોય , ત્યાં ખેડૂતોની શુ દશા થઈ હશે તે વિચારી શકાય છે . એક તરફ જ્યાં તેઓ સારો વરસાદ થવાથી ખુશી મનાવી રહ્યા હતા , ત્યાં વધુ વરસાદને કારણે લીલા દુકાળની સ્થિતિનું નિર્માણ થયું છે . ત્યારે પશ્ચિમ ગુજરાત માં મગફળી અને કપાસ પકવતા ખેડૂતોની હાલત કફોડી બની છે . લીલા દુકાળને કારણે પશ્ચિમ ગુજરાત મગફળી અને કપાસના પાક ઉગવતા ખેડૂતોને કરોડોનું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે .અગાઉ ખેડૂતોની હાલત ખૂબ જ કફોડી બની હતી . કપાસઅને મગફળી પાક માટે પૂરતું પાણી પણ મળતુ ન હતું . જેને કારણે ખેડૂતોને ભારે નુકસાન સહન કરવાનો વારો આવ્યો હતો . જોકે ત્યાર બાદ મેઘરાજા જે રીતે મહેરબાન બન્યા હતા તથા પશ્ચિમ ગુજરાતમાં જે રીતે મન મૂકીને વરસ્યા હતા , તેને કારણે ખેડૂત પરિવારોમાં ફરી ખુશીનો માહોલ જોવા મળ્યો હતો . જોકે આ ખુરશી જૂજ દિવસો પૂરતી જ હતી . કારણ કે એવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું કે મેઘરાજા અટકવાનું નામ જ નહી લેતા હતા . જેના કારણે મગફળી તલ મગ અડધ અને કપાસ ના પાકને ભારે નુકસાન થયું હતું .તેમાં ખાસ પશ્ચિમ ગુજરાત ના દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકા ના ગામો માં મોટા આસોટા વિરપુર હાબરડી મહાદેવ્યા પીંડારા જેવા ગામો માં તેમજ ખંભાળીયા તાલુકામાં વડત્રા નાના આસોટા બેરાજા ઝાક્સીયા તેમજ બહી બારા ગામો માં લીલા દુષ્કાળ ના કારણે ખેડૂતો પાયમાલ થઇ ચુક્યા છે

અહેવાલ: વજસી વરવારીયા

IMG-20200920-WA0118-1.jpg IMG-20200920-WA0116-0.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *