કોરોનાને કોઈ પણ ભોગે ત્રીજા તબક્કામાં પ્રવેશતો અટકાવવા માટે સરકારમાં મંથન: મોદી જ કરશે અપીલ
કોરોના વાયરસના પડકારનો સામનો કરવા માટે રવિવારે યુપીના ૧૫ સહિત દેશના ૭૫ જિલ્લાઓમાં કોરોનાના દર્દી મળી આવ્યા છે તેથી આ જિલ્લાઓને ૩૧ માર્ચ સુધી લોકડાઉન રાખવાનો આદેશ અપાયો છે. જરૂર પડશે તો ૩૧ માર્ચ પહેલાં ફરીથી જનતા કર્ફયુનું એલાન કરવામાં આવે તેવી અટકળો પણ વહેતી થઈ છે. ગઈકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મુખ્ય સચિવની અધ્યક્ષતામાં રાયોના કેબિનેટ અને મુખ્ય સચિવોની ઉચ્ચ સ્તરીય બેઠક મળી હતી.
આ બેઠકમાં કોરોનાના રૂપમાં આવેલી મહામારીને કોઈ પણ ભોગે ત્રીજા તબક્કામાં પહોંચતો રોકવા માટે ગંભીર મંથન થયું હતું. તેમાં વિવિધ રાયોની સ્થિતિનું આકલન કરવામાં આવ્યું અને કોરોના પ્રભાવિત લોકોની સંખ્યા વધવા પર આવી સ્થિતિના ઉકેલની તૈયારીઓનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં ૭૫ જિલ્લામાં લોકડાઉન, એક રાયથી બીજા રાયને જોડનારી બસ સેવાઓને ૩૧ માર્ચ સુધી સ્થગિત કરવાનો નિર્ણય લેવાયો હતો.
પીએમઓ સૂત્રોના જણાવ્યા અનુસાર મોદીએ જનતા કર્ફયુના આખા દિવસનો ફિડબેક મેળવ્યો હતો અને તેમાં મળેલી સફળતાથી ખુશી પણ વ્યકત કરી હતી. એવું મનાય રહ્યું છે કે જરૂર પડશે તો ૩૧ માર્ચ પહેલાં મોદી ફરી જનતા કર્ફયુની અપીલ કરી શકે છે.
દરમિયાન અર્ધસૈનિક દળોએ પોતાના દસ લાખ જવાનોની તમામ મૂવમેન્ટને તાત્કાલિક પ્રભાવથી પાંચ એપ્રિલ સુધી સ્થગિત કરી દીધી છે. જવાનોને નિર્દેશ અપાયો છે કે તેઓ યાં છે ત્યાં જ રહે. દળોએ તમામ જવાનો પર અધિકારીઓની જાહેરાતનો પત્ર ભરીને એવું જણાવવા આદેશ આપ્યો છે કે જવાનના પરિવારમાંથી કોઈ હાલમાં વિદેશ યાત્રા કરી નથી. જો કોઈએ વિદેશ યાત્રા કરી છે તો તેની તપાસ કરાવવામાં આવે.
ભારતમાં કોરોના વાયરસનો કહેર અત્યારે બીજા તબક્કામાં છે. ત્રીજા તબક્કામાં આવશે તો સ્થિતિ સંભાળવી કપરી બની જશે. આ જ કારણ છે કે સરકાર વાયરસને ત્રીજા તબક્કામાં પ્રવેશવા દેવા માગતી નથી. ખાસ કરીને રવિવારે જ પ્રકારે બિહારમાં કોરોનાના દર્દીનું મોત થયું અને પહેલી વખત બે એવા કોરોનાના દર્દી સામે આવ્યા જે વિદેશથી આવનારા લોકોના સંપર્કમાં નહોતા તેનાથી સરકાર પણ ચિંતીત બની છે. ઉલ્લેખનીય છે કે ત્રીજા તબક્કામાં આ વાયરસ સામૂહિક સંપર્કથી ફેલાય છે જેનો શિકાર ચીન પછી ઈટાલી અને ઈરાન બન્યા છે