Gujarat

રાજ્યભરમાં આજથી હેલ્મેટ નહીં પહેરનારા લોકોને દંડ ફટકારવાની સ્પેશ્યલ ડ્રાઈવ ચાલુ કરવામાં આવી છે. રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ*

*રાજ્યભરમાં આજથી હેલ્મેટ નહીં પહેરનારા લોકોને દંડ ફટકારવાની સ્પેશ્યલ ડ્રાઈવ ચાલુ કરવામાં આવી છે. રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ*

*રાજકોટ શહેર તા.૧૦/૯/૨૦૨૦ ના રોજ રાજકોટ પોલીસ કમિશ્નરે જનતાને અપીલ સાથે જણાવ્યું છે કે, કોરોના કાળમાં સંક્રમણ અને અકસ્માતથી બચવા માટે હેલ્મેટ અત્યંત જરૂરી છે. પોલીસ દ્વારા હાઈ-વે ઉપર આવતા પોઈન્ટ કુવાડવા રોડ, મોરબી રોડ, માધાપર ચોકડી સહિતના ૩૫ પોઈન્ટ ઉપર વાહન ચાલકોએ હેલ્મેટ નહીં પહેર્યું હોય તેમને સમજાવી દંડ વસૂલી કાર્યવાહી કરવામાં આવે છે. તેથી કોરોના કાળમાં ફરજીયાત હેલ્મેટ પહેરવાથી ફાયદો થશે તેમ જણાવ્યું છે. સવારથી હાઈ-વે ઉપર આવેલા એન્ટ્રી પોઈન્ટ પર પોલીસ ગોઠવાઈ ગઈ હતી. પ્રથમ દિવસે જ પોલીસે બપોર સુધીમાં ૪૪ વાહન ચાલકો વિરૂધ્ધ હેલ્મેટના ગૂના દાખલ કર્યા છે. હેલ્મેટનો કાયદો ફરી અમલી બનતા જનતામાં રોષ ભભૂક્યો છે. સરકારના રાતોરાત બદલાયેલા નિર્ણયથી અજાણ ભોળી પ્રજા હેલ્મેટના દંડનો ભોગ બની હતી. રાતો રાત અચાનક હેલ્મેટનો કાયદો ફરજીયાત બનતા લોકોમાં ઉહાપોહ મચી ગયો હતો. અને લોકોમાં રોષ ભભૂકતા અને રાજ્યના પોલીસ વડા આશિષ ભાટીયાએ સ્પષ્ટતા કરી હતી કે, પ્રાથમિક તબકકે હાઈ-વે બાદ શહેરી વિસ્તારોમાં પણ હેલ્મેટનો કાયદો અમલમાં મુકવામાં આવશે.*

*રિપોર્ટર. દિલીપ પરમાર.*
*રાજકોટ.*

IMG-20200728-WA0112.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *