*રેશ્મા પટેલ સહીત ના NCP હોદેદારો ની માણાવદર ખાતે થી અટકાયત કરવામાં. આવી , ભાજપ ની ઠાઠડી કાઠી વિરોધ કરી રહિયા હતા*
*જનતાના પૈસા ની લૂંટ કરતી ભાજપની ઠાઠડી કાઢી અમે ભાજપ ને ભાન કરાવ્યું : રેશમા પટેલ*
આજરોજ જૂનાગઢ જિલ્લાના માણાવદર માં એનસીપી મહિલા પ્રદેશ પ્રમુખ રેશમા પટેલ અને એનસીપી હોદ્દેદારો દ્વારા ભર બજારમાં ભાજપની ઠાઠડી કાઢીને *ભાજપ તારા વળતા પાણી હાય હાય…* ના નારા લગાડી આકરો વિરોધ પ્રદર્શન કર્યું રેશમા પટેલે જણાવ્યું કે કોરોના જેવી મહામારી માં લોકોની આર્થિક કમર તૂટી ચૂકી છે ત્યારે જનતાનું હિત વિચાર્યા વગર ભાજપ શાસિત માણાવદર નગરપાલિકાએ દરેક કરવેરામાં ખૂબ જ મોટો વધારો કર્યો છે એ વાતનો અમે એનસીપી સતત વિરોધ કરી રહ્યા છીએ અને ભાજપના મંત્રી શ્રી જવાહરભાઈ ચાવડા માત્ર તમાશો જોઇ રહ્યા છે. માણાવદર થી લઇ દરેક ગામડાઓ પાણી રોડ રસ્તા લાઈટ બત્તી જેવી પ્રાથમિક સુવિધાઓથી પણ હજુ વંચિત છે. ખેડૂતોની હાલત દિવસેને દિવસે ખરાબ થઈ રહી છે ત્યારે અમે ભાજપની ગુંડા શાહી સામે દબંગથી અવાજ ઉઠાવતા રહેશુ . રેશ્મા પટેલે વધુમાં જણાવેલ કે અમે એન.સી.પી પાર્ટી દરેક ગામડાંઓમાં ફરી ને જનસંપર્ક કરી અને વાસ્તવિક પરિસ્થિતિ જાણીએ છીએ અને પરિસ્થિતિ સુધારવા માટે જે તે જવાબદાર તંત્રને રજૂઆત પણ કરીએ છીએ, અમે આ જ રીતે ભારતીય જનતા પાર્ટીની માર્કેટિંગ ની રાજનીતિ સામે વાસ્તવિક પરિસ્થિતિ ઉજાગર કરતા રહેશું અને જનતાને જાગૃત કરી રાજકીય પરિવર્તન માટે આહવાન કરતા રહેશું. પોલીસ તંત્ર દ્વારા અમારી અટકાયત કરી લેવામાં આવી પણ અમે ડરતા નથી અમે ncp સૈનિકો પ્રજા માટે લડતા રાઈશુ .આજના આ કાર્યક્રમ માં એનસીપી ના રેશમા પટેલ, હેતલબેન યાદવ, મુકેશ સુવા, જૈમનિભાઇ સહિત ના હોદ્દેદારો ઉપસ્થિત રહયા હતા
