Gujarat

_જૂનાગઢ જિલ્લા કલેકટરશ્રી દ્વારા બહાર પાડવામાં આવેલ જાહેરનામા મા વેપારીઓની દુકાન ખાતે ખરીદી કરવા આવતા ગ્રાહકો વચ્ચે સોશિયલ ડિસ્ટન્સ રખાવવા વેપારીઓને જણાવવામાં આવેલ

_જૂનાગઢ જિલ્લા કલેકટરશ્રી દ્વારા બહાર પાડવામાં આવેલ જાહેરનામા મા વેપારીઓની દુકાન ખાતે ખરીદી કરવા આવતા ગ્રાહકો વચ્ચે સોશિયલ ડિસ્ટન્સ રખાવવા વેપારીઓને જણાવવામાં આવેલ છે. ઘણા વેપારીઓ આ જાહેરનામાનું ઉલ્લંઘન કરાતું હોવાની તેમજ અમુક વેપારીઓએ દુકાન આગળ ગ્રાહકોના સોશિયલ ડિસ્ટન્સ રખાવવા સર્કલ પણ નહીં કારેલાનું જૂનાગઢ *જિલ્લા પોલીસ વડા શ્રી સૌરભ સિંઘ* ના ધ્યાન ઉપર આવતા, તેઓની સૂચના આધારે તા. 10.04.2020 ના રોજ જૂનાગઢ ડિવિઝન ના ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજા તથા પ્રોબે. ડીવાયએસપી એમ.ડી.બારીયાના માર્ગદર્શન હેઠળ શહેર વિસ્તારમાં જુદા જુદા વિસ્તારમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પી.આઇ. જે.પી.ગોસાઈ, બી ડિવિઝન પી.આઇ. આર.બી.સોલંકી, સી ડિવિઝન પીએસઆઇ ડી..જી. બડવા તથા સ્ટાફની જુદી જુદી ટીમ દ્વારા *શહેર વિસ્તારોમાં ચેકીંગ હાથ ધરી, લોક ડાઉન દરમિયાન ગ્રાહકોને સોશિયલ ડિસ્ટન્સ નહીં રાખવતા વેપારીઓ (૧) નરન્દ્રભાઇ જમદાસભાઇ દતા ધંધો-વેપાર (જલારામ પ્રોવીજન ટોર મારૂતી કોમ્પલેક્ષ) (૨) કમલેશભાઇ કાન્તીભાઇ છગ ધંધો-વેપાર (જલારામ જનરલ સ્ટોર વિરલ કોમ્પલેક્ષ) (૩) મોહીદીન અમીનભાઇ સોખળા ધંધો -વેપાર (શાકભાજીની લારી) (૪) ભાવીન વીનુભભાઇ ચંદારાણા ધંધો-વેપાર (શાકભાજીની લારી) (૫) રમેશભાઇ મનજીભાઇ વરૂ ધંધો વેપાર (શ્રધ્ધા મસાલા એકતાનગર) (૬) શ્યામ જગદીશભાઇ ગોહેલ ધંધો-વેપાર (કૈલાશ પ્રોવીજન સ્ટોર વીવેક એપાટૅમેન્ટ) (૭) સતિષભાઇ કુરજીભાઇ જાદવ ધંધો વેપાર (વિવેક પ્રોવીજન સ્ટોર મુરલીધર એપાટૅમેન્ટ) (૮) ભુપતભાઇભાઇ જેઠાભાઇઠાભાઇ મકવાણા ધંધો-વેપાર (પટેલ મસાલા શ્રી નગરના નાકે) રહે, જૂનાગઢ મધુરમ વિસ્તાર વાળાઓ વિરૂધ્ધ આઇપીસી, ધી એપેડેમીક ડીસીઝ એકટ તથા ધી એપેડેમીક રેગ્યુલએશન એકટ, ધ ડીઝાસ્ટર મેનેજમેન્ટ એકટ મુજબ જાહેરનામાનો ભગં કરવા બદલ કાયદેસર કાયૅવાહી કરવામાં આવેલ પકડી* છે. આ ઉપરાંત બી ડિવિઝન પોલીસ દ્વારા પણ અમર મેડિકલ સ્ટોર સહિત ત્રણ દુકાનદારો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવેલ છે. આમ, જૂનાગઢ શહેર પોલીસ દ્વારા *આશરે 11 વેપારીઓની ધરપકડ* કરી, *જાહેરનામા ભંગ તેમજ કોરાના વાયરસ ફેલાવાની શક્યતા હોવાનું સંક્રમણ થવાની શક્યતા હોવાનું જાણવા છતાં, એકઠા* થવા બાબતે સરકાર તરફે ફરિયાદી બની, *ગુન્હાઓ દાખલ કરવા કાર્યવાહી* હાથ ધરવામાં આવેલ છે…_

_જૂનાગઢ *પોલીસ દ્વારા કાયદાના પાલન માટે વેપારીઓ વિરુદ્ધ કડક પગલાં લેવાનું શરૂ* કરવામાં આવતા, વેપારીઓ દ્વારા *ગ્રાહકો વચ્ચે સોશિયલ ડિસ્ટન્સ રખાવવા કાર્યવાહી શરૂ* કરવામાં આવેલ છે. *દુકાનદારો દ્વારા પોતાની દુકાનો આગળ ગ્રાહકોને ઉભા રહેવા નિશાનીઓ કરાવવા તથા ગ્રાહકોને વારંવાર સુચનાઓ આપવાનું શરૂ* કરવામાં આવેલ છે. આજ પ્રકારે જૂનાગઢ જિલ્લાના વિસાવદર, કેશોદ, માંગરોળ, વંથલી, માણાવદર, સહિતના તાલુકા મથકોના પોલીસ અધિકારીઓ દ્વારા પણ આજ પ્રકારે કાર્યવાહી કરી, *સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ લોક ડાઉન અને તેના અમલ કરાવવા તેમજ કોરોના વાયરસનો ફેલાવો અટકે તે માટે કડક કાર્યવાહી શરૂ* કરવામાં આવેલ છે…_

_જૂનાગઢ જિલ્લાના *પોલીસ અધિક્ષક શ્રી સૌરભસિંઘ* દ્વારા કોરોના વાયરસ બાબતે લોક ડાઉનનો અમલ કરાવી, *લોકોની સુરક્ષા માટે કડક પગલાંઓ લેવાનું શરૂ* કરવામાં આવેલ છે…_

IMG-20200411-WA0047.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *