Gujarat

_જૂનાગઢ *પોલીસ દ્વારા કાયદાના પાલન માટે મોર્નિંગ વોકમાં નીકળતા ભદ્ર સમાજના લોકો વિરુદ્ધ કડક પગલાં લેવાનું શરૂ*

💫 _હાલમાં *કોરોના વાયરસનાં કહેર સામે લોક ડાઉન અને જાહેરનામા મુજબ કાર્યવાહી* ચાલુ હોઈ, *જૂનાગઢ રેન્જના ડીઆઈજી શ્રી મનીંદર

_જૂનાગઢ જિલ્લા કલેકટરશ્રી દ્વારા બહાર પાડવામાં આવેલ જાહેરનામાનું ઉલ્લંઘન કરી, વહેલી સવારે ઘણા લોકો મોર્નિંગ વોકમાં નીકળી જતા હોવાની તથા ભણેલા ગણેલા ભદ્ર સમાજના લોકો દ્વારા ઉલ્લંઘન કરાતું હોવાની ફરિયાદ જૂનાગઢ *જિલ્લા પોલીસ વડા શ્રી સૌરભ સિંઘ* ના ધ્યાન ઉપર આવતા, તેઓની સૂચના આધારે જૂનાગઢ ડિવિઝન ના ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજા તથા પ્રોબે. ડીવાયએસપી એમ.ડી.બારીયાના માર્ગદર્શન હેઠળ શહેર વિસ્તારમાં ઝાંઝરડા રોડ વિસ્તારમાં બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પી.આઇ. આર.બી.સોલંકી, પીએસઆઇ એ.કે.પરમાર, જી.જી.મકવાણા, વી.કે.ડાકી, એન.જી.પરમાર તથા સ્ટાફની જુદી જુદી ટીમ દ્વારા *ઝાંઝરડા રોડ વિસ્તારોમાં ચેકીંગ હાથ ધરી, લોક ડાઉન દરમિયાન મોર્નિંગ વોક કરતા ભદ્ર સમાજના આશરે 35 થી 40જેટલા લોકોને પકડી પાડી ધરપકડ કરી, તેઓ તમામ વિરૂધ્ધ આઇપીસી, ધી એપેડેમીક ડીસીઝ એકટ તથા ધી એપેડેમીક રેગ્યુલએશન એકટ, ધ ડીઝાસ્ટર મેનેજમેન્ટ એકટ મુજબ જાહેરનામાનો ભગં કરવા બદલ કાયદેસર કાયૅવાહી કરવામાં આવેલ* છે. આમ, જૂનાગઢ શહેર પોલીસ દ્વારા *આશરે 40 જેટલા મોર્નિંગ વોકમાં નીકળેલ વ્યક્તિઓની ધરપકડ* કરી, *જાહેરનામા ભંગ તેમજ કોરાના વાયરસ ફેલાવાની શક્યતા હોવાનું સંક્રમણ થવાની શક્યતા હોવાનું જાણવા છતાં, એકઠા* થવા બાબતે સરકાર તરફે ફરિયાદી બની, *ગુન્હાઓ દાખલ કરવા કાર્યવાહી* હાથ ધરવામાં આવેલ છે…_

_પકડાયેલા તમામ મોર્નિંગ વોકમાં નીકળેલા લોકોને જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા દ્વારા *ઠપકો આપી, કડક શબ્દોમાં જણાવેલ કે, ભદ્ર સમાજના શિક્ષિત લોકો દ્વારા જ લોક ડાઉનનો ભંગ કરવામાં આવશે, તો અશિક્ષિત અભણ લોકોને શુ સમજાવવું…? તમામ લોકોને પોતાના પરિવાર સાથે જોખમની રમત નહીં રમવા અને ઘરમાં જ રહેવા અને બીજા લોકોને પણ ઘરમાં જ રાખવા* જણાવવામાં આવેલ હતું. *પકડાયેલ લોકોએ પણ હવેથી મોર્નિંગ વોકમાં કોઈ દિવસ બહાર નહીં નીકળવા અને પોતાના ઘરમાં જ મોર્નિંગ વોક કરવા પોલીસને જાણ* કરેલ હતી…_

_જૂનાગઢ *પોલીસ દ્વારા કાયદાના પાલન માટે મોર્નિંગ વોકમાં નીકળતા ભદ્ર સમાજના લોકો વિરુદ્ધ કડક પગલાં લેવાનું શરૂ* કરવામાં આવતા, લોકો દ્વારા *ઘરમાં જ મોર્નિંગ વોક શરૂ* કરવાનું નક્કી કરવામાં આવેલ છે. આજ પ્રકારે જૂનાગઢ શહેરના જિલ્લાના વિસાવદર, કેશોદ, માંગરોળ, વંથલી, માણાવદર, સહિતના તાલુકા મથકોના પોલીસ અધિકારીઓ દ્વારા પણ આજ પ્રકારે કાર્યવાહી કરી, *સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ લોક ડાઉન અને તેના અમલ કરાવવા તેમજ કોરોના વાયરસનો ફેલાવો અટકે તે માટે કડક કાર્યવાહી શરૂ* કરવામાં આવેલ છે…_

 

IMG-20200411-WA0217-1.jpg IMG-20200411-WA0216-0.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *