સમી
સોની શેરીમાં રહેતા સુખડીયા અને સોની પરિવાર દ્વારા ભારત સરકાર ૨૧ દિવસનો લોક ડાઉન જાહેર કરવામાં આવ્યો છે ત્યારે સમી ગામના નિરાધાર કુટુંબો ને અંદાજે 60 જેટલી જીવન જરૂરિયાત વસ્તુઓની કીટ બનાવી સમી ગામના વિસ્તાર દીઠ નિરાધાર કુટુંબો ને વિતરણ કરવામાં આવી હતી
જ્યારે સહયોગ ના ભાગરરૂપે પોલીસ પરિવાર દ્રારા સહકાર અપાયો હતો અને નિરાધાર કુટુંબો ને તકલીફ ન પડે એ માટે 70 થી વધુ કીટો નું પેકિંગ કરવામાં આવ્યું છે
જ્યારે સમીના વિવિધ વિસ્તારોમાં વધુ જીવન જરૂરિયાત વસ્તુઓ લોકોના ઘરે ઘરે પહોંચાડી દેવામાં આવી રહી છે
અને હજુ પણ બીજા પેકિંગ કરવાનું ચાલુ છે
લોકોને કોઈપણ તકલીફ ન પડે અને લોક ડાઉન અમલ રહે તે માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે
હજુ પણ વધુ કિટો પેક કરી નિરાધાર લોકો સુધી પહોંચે તે માટે કામગીરી શરૂ કરી દેવામાં આવી છે
ઘરે ઘરે ફરી લોકોને ગાડી દ્વારા ઘરે કિટ પહોંચાડવા માટેની વ્યવસ્થા યુવાનો દ્વારા કરવામાં આવી રહી છે