કોરોના વાયરસને લઇને ભારત સહિત દુનિયાના તમામ પ્રભાવિત દેશમાં જંગ જામી છે. ચીને આ રોગના દર્દીઓમાં ઝડપથી ઘટાડો થઇ રહ્યો હોવાની વાત કરી છે. ત્યારે સિંગાપુર, હોંગકોંગ અને તાઇવાન જેવા દેશોએ પોતાને ત્યાં આ રોગચાળાને વધતા અટકાવ્યો છે. ચીન બાદ આ રોગની સૌથી વધુ અસર ઇટાલી અને ઇરાનમાં જોવા મળી છે. કોરોના વિરૂદ્ધ દુનિયાભરના દેશો એકસાથે આવી રહ્યા છે.
- કોરોનાથી 1.5 લાખ સંક્રમિત
- મોટાભાગના લોકોનું સ્વાસ્થ્યમાં થયો સુધારો
- ભારતીય વૈજ્ઞાનિકોને મળી મોટી સફળતા
કોરોના વાયરસનો ચેપ ઝડપથી વધી ગયો છે. લોકોને તેનો ડર છે. પરંતુ તેની સાથે એક સકારાત્મક સમાચાર પણ જોડાયેલા છે. કોરોના વિશે નવીનતમ માહિતી પ્રદાન કરનારી વેબસાઇટ Worldometers.info અનુસાર, અત્યાર સુધીમાં આ રોગના ચેપના કુલ 160,564 કેસો નોંધાયા છે. જેના પગલે 5,962 લોકોનાં મોત નીપજ્યાં છે. પરંતુ આ રોગ સામે લડ્યા પછી સ્વસ્થ થનારા લોકોની ટકાવારી પણ ઓછી નથી.
Source: VTV News Gujarati (For Development Purpose)