કોરોના વાયરસથી બચવા માટે સુપ્રીમ કોર્ટે ઐતિહાસિક પગલુ ભર્યું છે. સુપ્રીમ કોર્ટનો પ્રયત્ન છે કે લોકોની ભીડને કેવી રીતે ઘટાડી શકાય. હવે દરેક પક્ષકારના વકીલને સુપ્રીમ કોર્ટમાં એક રુમ આપવામાં આવશે. આ ઉપરાંત જલ્દી જ એપ લોન્ચ કરવામાં આવશે. જેમાં કોર્ટની કામગીરી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી કરવામાં આવશે. જેનું સંચાલન વકીલના રુમમાંથી જ કરવામાં આવશે.
- સુપ્રીમ કોર્ટ કોરોનાને ધ્યાનમાં રાખીને કરી રહી છે આ કામ
- કોર્ટમા થર્મલ સ્ક્રીનિંગ લગાવાશે
- વીડિયો કોન્ફરન્સ તથા એપથી થશે કોર્ટ કામગીરી
ઈ-ફાઈલિંગની સેવા શરુ કરવા પર પણ વિચારણા
કોરના વાયરસના વધતી અસરને જોતા સુપ્રીમ કોર્ટે પોતાનું કામકાજ જલ્દી જ ડિઝિટલ અને પેપરલેસ કરવા વિચારણા કરી છે. હવે કોર્ટની કાર્યવાહી વીડિયો કોન્ફરન્સ દ્વારા શક્ય બની શકશે. સુપ્રીમ કોર્ટ કેસ ફાઈલિંગને પણ ડિઝિટલ કરવા વિચાર કરી રહી છે. લોકોની વચ્ચે સંપર્ક ઓછો કરવા માટે ઈ-ફાઈલિંગની સેવા શરુ કરવા પર પણ વિચારણા ચાલી રહી છે. આ નિર્ણયની ચર્ચા બુધવારે બાર પ્રતિનિધિઓ સાથે પણ કરવામાં આવી છે.
Source: VTV News Gujarati (For Development Purpose)