કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR) ના કૉઑનર અને બોલિવુડ સુપરસ્ટાર શાહરૂખ ખાને આશા બતાવી છે કે, કોરોના વાયરસની અસર ઓછી થશે ત્યારે IPL તમામ આવશ્યક સ્વાસ્થ્ય સાવધાનીઓની સાથે આગળ વધશે.
IPLને 15 એપ્રિલ સુધી લંબાવ્યા પછીના એક દિવસ પછી શનિવારના મુંબઇમાં IPL ગવર્નિંગ કાઉન્સિલની મીટિંગ પહેલા તમામ ફ્રેન્ચાઇઝીના માલિક એકબીજાને મળ્યા અને આ મુદ્દે વાતચીત કરી.
આ પછી બોલિવુડના સુપરસ્ટાર અને KKR ના કૉઓનર ટ્વીટ કરીને કહ્યુ, ”ગ્રાઉન્ડની બહાર તમામ ફ્રેન્ચાઇઝી માલિકોને મળવાનું અદ્ઘુત રહ્યુ. દર્શકો, ખેલાડીઓ અને શહેરની સુરક્ષા વધારે જરૂરી છે. સ્વાસ્થ્ય એજન્સીઓ અને સરકારના નિયમોનું પાલન કરવુ જોઇએ. આશા છે કે, વાયરસની અસર ઓછી થઇ જશે અને IPL નો શો ચાલી પડશે. BCCI અને ટીમના માલિકોની નજર સતત તેના પર છે.”
તો બીજી તરફ BCCIએ ઇન્ડિયન પ્રીમિયર લીગ 2020ને કોરોનાવાઇરસના કારણે પોસ્ટપોન્ડ કરી છે. ટૂર્નામેન્ટ હવે 29 માર્ચની જગ્યાએ 15 એપ્રિલે શરૂ થશે. ફ્રેન્ચાઈઝને આ અંગે જાણકારી આપવામાં આવી છે. BCCIના એક અધિકારીએ એક ન્યુઝ ચેનલને કહ્યું કે, ટૂર્નામેન્ટ યોજાવવાની આ જ સાચી રીત છે. આ પહેલા કેન્દ્ર સરકારે 13 માર્ચથી 15 એપ્રિલ સુધી તમામ વિઝા રદ્દ કરી દીધા છે. માત્ર ડિપ્લોમૅટિક અને એમ્પ્લોયમેન્ટ વિઝાને જ મંજૂરી આપવામાં આવી છે. ખેલાડીઓને બિઝનેસ વિઝા મળે છે. તેવામાં તેઓ ભારત આવી શકે નહીં. 8 ટીમોના કુલ 60 વિદેશી ખેલાડીઓ 15 એપ્રિલ સુધી ભારત આવી શકશે નહીં.