*અગત્યના કામ વગર ઘરની બહાર ન નીકળવા અમરેલી જિલ્લા કલેકટરશ્રીની અપીલ*
કોરોના વાયરસના સંક્રમણ સામે આપણી લડત ચાલુ છે જેના અનુસંધાને વહીવટી તંત્ર દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. જિલ્લા કલેકટરશ્રી આયુષ ઓકએ જાહેર જનતાને આ જાહેરનામાને ધ્યાનથી વાંચી નોંધ લેવા અને ચુસ્તપણે પાલન કરવા અપીલ કરી હતી.
કલેકટરશ્રીએ જણાવ્યું હતું કે જાહેરનામામાં પ્રસિદ્ધ કર્યા મુજબ કોઈપણ અતિ આવશ્યક સેવાઓ બંધ કરેલી નથી. ખૂબ જ જરૂરી ન હોય ત્યાં સુધી વધુ લોકોએ ભેગા ન થવા અપીલ પણ કરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે વહીવટી તંત્ર દ્વારા જાહેરનામામાં દૂધ કે દૂધની બનાવટની કોઈ પણ ચીજવસ્તુઓ, કરિયાણાની ચીજવસ્તુઓ, શાકભાજી, ફળો જેવી જીવન જરૂરિયાતવાળી તમામ ચીજવસ્તુઓ ઉપર કોઈ પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો નથી. તેમજ શહેરો, નગરોમાં તમામ મેડિકલ સ્ટોર પણ ખુલ્લા રહેશે.
માહિતી સુમિત ગોહિલ
રિપોર્ટર
રસિક વેગડા મોટીકુકાવાવ