Uncategorized

અમરેલીમાં કોવિડ-૧૯ના આજના ૪ શંકાસ્પદ કેસ સહિત આજ સુધી કુલ ૧૦૬ કેસ નોંધાયા: તમામ ૪ રિપોર્ટ પેન્ડિંગ

અમરેલીમાં કોવિડ-૧૯ના આજના ૪ શંકાસ્પદ કેસ સહિત આજ સુધી કુલ ૧૦૬ કેસ નોંધાયા: તમામ ૪ રિપોર્ટ પેન્ડિંગ

રેપીડ ટેસ્ટ કીટ દ્વારા ૧૫૮ રિપોર્ટ કરાયા

જિલ્લામાં ૩૪૧૩ પ્રવાસીઓ હોમ ક્વોરન્ટાઈન હેઠળ : ૪૭૨૦ પ્રવાસીઓનો ૧૪ દિવસનો હોમ ક્વોરન્ટાઈન સમય પૂર્ણ

૩૦ હજારથી વધુ ઘરના હાઉસ ટુ હાઉસ સર્વેમાં ૧.૩ લાખથી વધુ વ્યક્તિઓની આરોગ્ય તપાસ કરાઈ

જિલ્લાની ૧૦૫૦ સરકારી-ખાનગી કચેરીઓમાં સેનિટેશનની કામગીરી પૂર્ણ

અમરેલી, તા. ૨૮ એપ્રિલ

અમરેલી જિલ્લામાં કોરોના વાયરસના સંક્રમણને અંકુશમાં રાખવા જિલ્લા વહિવટીતંત્ર સહિત જિલ્લાના આરોગ્ય તંત્ર ખેડપગે સેવા આપી રહ્યું છે. હાલ વિશ્વના અનેક દેશો સાથે ભારતના ઘણા રાજ્યો પણ કોરોનાથી પ્રભાવિત થયા છે, ત્યારે હજુ અમરેલી જિલ્લામાં કોરોનાનો એક પણ પોઝિટિવ કેસ નોંધાયો નથી.

જિલ્લામાં અનેક સ્થળે પેસેન્જરોની સ્ક્રિનિંગ ચેકપોસ્ટ કાર્યરત છે. આજ રોજ આ તમામ ચેકપોસ્ટમાં ૪૩ વાહનોની ચકાસણીમાં કુલ ૧૦૮ પેસેન્જરોનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું. જેમાં જિલ્લા બહારના ૬૮ પેસેન્જરો હતા. આજરોજ ૩૪૧૩ પ્રવાસીઓ હોમ ક્વોરેન્ટઇનમાં છે જ્યારે ૪૭૨૦ પ્રવાસીઓએ હોમ ક્વોરેન્ટઇન પૂર્ણ કર્યો છે. સરકારી ક્વોરેન્ટઇન ફેસેલીટીમાં આજ દિન સુધી કુલ ૧૬૫ પ્રવાસીઓ અને હાલ ૧૧૮ લોકો દાખલ થયા છે. સરકારી પરવાનગી વગર જિલ્લામાં પ્રવેશેલા ૩૨૬ વ્યક્તિઓ પૈકી ૨૨૨ વ્યક્તિઓ સરકારી કોરેન્ટાઇન ફેસિલિટીમાંથી રજા મળી ગઈ છે. તેમજ હાલ ૧૦૦ વ્યક્તિઓને કોરેન્ટાઇન કરવામાં આવ્યા છે.

આજસુધીમાં લેવાયેલા કોવિડ-૧૯ના શંકાસ્પદ દર્દીઓના સેમ્પલમાંથી તમામ ૧૦૨ લોકોના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. આજરોજ ૪ વ્યક્તિના સેમ્પલ લેવાયાં છે, જે રિપોર્ટ પેન્ડિંગ છે. આમ જિલ્લામાં આજદિન સુધીમાં કુલ ૧૦૬ શંકાસ્પદ વ્યક્તિઓના રિપોર્ટ કરવામાં આવ્યા છે.

ઉપરાંત આજરોજ રેપીડ ટેસ્ટ કીટ દ્વારા ૨૬ લોકોના રિપોર્ટ કરવામાં આવ્યા હતા. જે રિપોર્ટ સહિત રેપીડ ટેસ્ટ દ્વારા કરવામાં આવેલા તમામ ૧૫૮ રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.

અમરેલી જિલ્લામાં હાઉસ ટુ હાઉસ સર્વેની કામગીરીના બીજા રાઉન્ડ અન્વયે આશરે ૩૦ હજારથી વધુ ઘરના કુલ ૧.૩ લાખથી વધુ વ્યક્તિઓનો સર્વે કરવામાં આવ્યો છે. જેમાંથી ૩૧ વ્યક્તિઓને તાવ-શરદી-શ્વાસની તકલીફ જોવા મળી છે. હોમ કોરેન્ટાઈન્ડનો ભંગ કરવા બદલ આજ સુધીમાં કુલ ૧૩ લોકો સામે એફ.આઈ.આર. દાખલ કરવામાં આવી છે.

લોકોમાં કોરોના વિશે જાગૃતિ ફેલાય તે હેતુસર જાહેર સ્થળોમાં કોરોનાની જાગૃતિના ૭૩૧ બેનરો લગાવવવામાં આવ્યા છે અને ૧૦૩૪ ગામોમાં જનજાગૃતિ માઈક પ્રચાર કરવામાં આવ્યો છે. ૪૮૬ જગ્યાઓમાં કોરોનાની જનજાગૃતિના જાહેર નોટીસ બોર્ડ લગાવવામાં આવ્યા છે. તેમજ કુલ ૭૫૦૦૦ પત્રિકાનું વિતરણ કરવામાં આવ્યું છે. ઉપરાંત ૨૨ ન્યૂઝ ચેનલમાં પણ કોરોના રોગ અટકાયતી સ્ક્રોલિંગ જાહેરાત શરૂ રાખવામાં આવી છે. ઉપરાંત ૧૦૫૦ જેટલી સરકારી તેમજ ખાનગી કચેરીમાં સેનિટાઇઝેશનની કામગીરી કરવામાં આવી છે.
જિલ્લા માહિતી કચેરી – અમરેલી
રાધિકા વ્યાસ/ સુમિત ગોહિલ

રિપોર્ટ   : રસિક વેગડા (મોટીકુકાવાવ)

જાહેરખબર, અવસાન નોંધ તેમજ પ્રેસનોટ આપવા માટે આપેલ નંબર પર ક્લિક કરો.મો. 9426555756

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *